Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર: ખરીફ સીઝન પૂર્વે બિયારણ-ખાતરની ખરીદીમાં ‘પાકું બિલ’ લેવા ખેડૂતોને ખેતીવાડી વિભાગની તાકીદ

User 3 8 May 2026
SURE N

સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. આ સમયે ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ખેડૂતોએ હંમેશા અધિકૃત લાયસન્સ ધરાવતા વિક્રેતા પાસેથી જ કૃષિ ઇનપુટ્સની ખરીદી કરવી જોઈએ અને આગ્રહ રાખીને લાયસન્સ નંબર અને સહીવાળું ‘પાકું બિલ’ મેળવવું જોઈએ.

Join Our WhatsApp Group

ખરીદી કરતી વખતે બિલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર અને એક્સપાયરી ડેટ (Expiry Date) જેવી વિગતો તપાસવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને બીટી કપાસના ભાવ સરકાર દ્વારા નિર્ધારિત હોય છે, જો કોઈ વેપારી વધુ ભાવ વસૂલે તો તાત્કાલિક ખેતીવાડી કચેરીને જાણ કરવી.

ખાતર ખરીદતી વખતે થેલી પર ‘ફર્ટીલાઇઝર’ કે ‘ઓર્ગેનીક ફર્ટીલાઈઝર’ જેવા શબ્દો વાંચીને જ ખાતરી કરવી. લેભાગુ તત્વો દ્વારા અપાતી લોભામણી સ્કીમો કે સસ્તા બિયારણની લાલચમાં આવીને બિલ વગર ખરીદી કરવી હિતાવહ નથી.

જો ખેતીમાં ઉપયોગ કર્યા બાદ પાકમાં કોઈ સમસ્યા જણાય, તો ખેડૂતો જિલ્લા કક્ષાની ફરિયાદ સમિતિનો સંપર્ક કરી શકે છે.

નિષ્ણાતોની ટીમ સ્થળ પર આવી તપાસ કરી અહેવાલ તૈયાર કરશે, જે ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહીમાં મદદરૂપ થશે. ખેડૂતોની જાગૃતિ જ તેમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે તેમ ખેતીવાડી વિભાગની યાદીમાં જણાવાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત
Next: સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

Related News

Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

surendranagarupdate1@gmail.com 1 September 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add