Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

surendranagarupdate1@gmail.com 16 April 2026
image (16)

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.

આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસ લિમિટેડ કંપનીની પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો (Burglars) અંદાજે 500 કિલો કોપર અને એલ્યુમિનિયમ કેબલોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Join Our WhatsApp Group

આ મામલે આણંદપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સોર્સ (Technical Source) અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે તાજપર ગામના અજીતભાઈ વિહાભાઈ ગાબુ અને ગુંદા ગામના દિલીપભાઈ છગનભાઈ સોલંકીએ આ ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપી અજીત ગાબુની ધરપકડ (Arrest) કરી તેની પૂછપરછ કરતા ચોરીના મુદ્દામાલનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે વેચાણ કરેલ સ્થળેથી ₹5 લાખની કિંમતનું 500 કિલો કોપર (Copper) અને ₹32,000 ના એલ્યુમિનિયમ કેબલ મળી કુલ ₹5.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હાલમાં મુખ્ય આરોપી દિલીપ સોલંકી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gunda Village (Ta. Chotila) ગુંદા ગામ (તા.ચોટીલા) Theft (ચોરી)

Post navigation

Previous: સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત
Next: સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

Related News

SURE KHANN N

ચોટીલાના ધારેઈ તળાવમાંથી ગેરકાયદે માટી ખનન ઝડપાયું: રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત

User 3 18 May 2026
CHOTI HATYA N

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

User 3 11 May 2026
CHOTILLAA01

ચોટીલામાં ડુંગરો ખોદતા ભૂમાફિયાને પ્રાંત અઘિકારીએ દબોચ્યો, રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

User 3 5 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add