Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

surendranagarupdate1@gmail.com 13 April 2026
surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો હોય તેવું જણાય છે. આગામી 15 તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, પરંતુ તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવીને વિરોધ પક્ષોને ચોંકાવી દીધા છે.

જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને સ્થાનિક ધારાસભ્યોએ રાતભર મેરેથોન બેઠકો યોજીને એવી વ્યુહરચના ઘડી છે કે અનેક બેઠકો પર વિપક્ષી ઉમેદવારો મેદાન છોડી ફોર્મ પરત ખેંચે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. શહેરની પ્રથમ મનપા ચૂંટણીના જંગમાં ભાજપે રાતભર બેઠકોનો દોર ચલાવીને વિરોધ પક્ષના સમીકરણો બદલી નાખ્યા છે.

Join Our WhatsApp Group

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ધ્રાંગધ્રા નગરપાલિકાની 7, લીંબડીની 1 અને વઢવાણ તાલુકા પંચાયતની 2 બેઠકો મળી કુલ 10 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યું છે.

15 તારીખ પહેલાના આ રાજકીય ખેલને કારણે વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ જોતા, મતદાનના દિવસ પહેલા જ વિજયના અનેક આંકડાઓ ભાજપની તરફેણમાં આવે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત
Next: સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add