Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધ્રાંગધ્રાની DCW કંપનીમાં મોકડ્રીલ, 17 મિનિટમાં જ આગ કાબુ મેળવાયો

user 2 23 March 2026
ધ્રાંગધ્રાની DCW કંપનીમાં મોકડ્રીલ, 17 મિનિટમાં જ આગ કાબુ મેળવાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલી પ્રતિષ્ઠિત DCW કંપનીમાં સોમવારે અચાનક આગ લાગવાની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

કંપનીના પાછળના ભાગમાં લાગેલી આ આગને ઓલવવા માટે સૌપ્રથમ કર્મચારીઓએ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક સ્થાનિક તંત્રની મદદ લેવામાં આવી હતી. જોકે, આ સમગ્ર ઘટના તંત્રની સજ્જતા ચકાસવા માટે આયોજિત કરવામાં આવેલી એક ‘મોકડ્રીલ’ હતી.

Join Our WhatsApp Group

આ બચાવ કામગીરીમાં ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ, ભારતીય આર્મીની બચાવ ટુકડી અને સ્થાનિક પોલીસ કાફલો ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયો હતો. માત્ર 17 મિનિટના ટૂંકા ગાળામાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ નિદર્શન કરાયું હતું. આ મોકડ્રીલ દરમિયાન મામલતદાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સફળ ઓપરેશન બાદ મોકડ્રીલ પૂર્ણ જાહેર થતા કંપનીના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રાના હીરાપુર ગામે કેનાલમાંથી ખેડૂતની મોટર ચોરાઈ
Next: અનોખી દેશભક્તિ: વઢવાણના યુવકે શહીદ દિવસે સલૂનની એક દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ

Related News

dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 26 August 2026
dhrangadhra-viral-infection-cases-surge-monsoon-health-update

ધ્રાંગધ્રામાં વાઈરલ તાવનો કહેર, સરકારી હોસ્પિટલોની ઓપીડી હાઉસફુલ

surendranagarupdate1@gmail.com 22 August 2026
dhrangadhra-apmc-bjp-victory-mahesh-patel-chairman-race

ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા

surendranagarupdate1@gmail.com 20 August 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add