Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલા: બે સંતાનોની માતાને યુવક સાથે મૈત્રી કરાર કરવો ભારે પડ્યો, મારી નાખવાની ધમકી

user 2 13 March 2026
ચોટીલા: બે સંતાનોની માતાને યુવક સાથે મૈત્રી કરાર કરવો ભારે પડ્યો, મારી નાખવાની ધમકી

ચોટીલા તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધ અને મૈત્રી કરારના મામલે પરિણીતા પર હુમલાની ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ ગામમાં ખેતીકામ કરતા પરિવારની મહિલાના લગ્ન 10 વર્ષ અગાઉ થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે.

અંદાજે 3 વર્ષ પહેલા પરિણીતાને પોતાના જ ગામના વિજય છગનભાઈ જોગરાજીયા નામના યુવક સાથે પરિચય થયો હતો, જે બાદમાં પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. આશરે 6 માસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા અને કાયદેસરના મૈત્રી કરાર કર્યા હતા.

Join Our WhatsApp Group

જોકે, પોતાના બે પુત્રોનું ભવિષ્ય અને સમાજના વડીલોની સમજાવટને ધ્યાને રાખીને પરિણીતાએ આ મૈત્રી કરાર રદ કરવાનો નિર્ણય લીધો હતો. તે વિજય સાથેનો સંબંધ તોડીને ફરી પોતાના પતિ અને બાળકો સાથે રહેવા પરત આવી ગઈ હતી.

આ નિર્ણય વિજયને મંજૂર ન હોવાથી તેણે પરિણીતાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર પરિણીતાના ઘરે જઈ સંબંધ રાખવા દબાણ કરતો અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

ગત 1-3-2026ના રોજ વહેલી સવારે વિજયે પરિણીતા પાસે નાણાંની માંગણી કરી હતી, જેનો ઈનકાર કરતા તેણે પતિ અને બાળકોને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પરિણીતાએ પોલીસમાં અરજી કરતા વિજયના પરિવારના સભ્યો છગન ગોવિંદભાઈ, ચોથા ગોવિંદભાઈ અને ગોપાલ ચોથાભાઈ લાકડી અને છરી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. સતત મળતી ધમકીઓ અને જીવના જોખમને કારણે પરિણીતાએ અંતે 12મી માર્ચના રોજ ચારેય શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ એ.બી. ભુંસડીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાનના ડિજિટલ બાયોડેટા બનાવી ખસીકરણ કરાશે
Next: સિદ્ધિ:પાણશીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું NQAS સર્ટિફિકેટ મળ્યું

Related News

CHOTI HATYA N

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

User 3 11 May 2026
CHOTILLAA01

ચોટીલામાં ડુંગરો ખોદતા ભૂમાફિયાને પ્રાંત અઘિકારીએ દબોચ્યો, રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

User 3 5 May 2026
1776713997061

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

surendranagarupdate1@gmail.com 20 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add