Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડી પરશુરામ ધામ પાસે રિક્ષા વીજપોલ સાથે અથડાતા અકસ્માત, બેને ઇજા

surendranagarupdate1@gmail.com 3 March 2026
accident

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી 22 વર્ષીય ફૈઝલખાન કાઝી અને 50 વર્ષીય પપ્પુખાન પઠાણ રિક્ષામાં રાજકોટથી પરત ફરી રહ્યા હતા, ત્યારે લીંબડી નજીક પરશુરામ ધામ પાસે રિક્ષા ચાલકને જોકું આવી ગયું હતું.

આના પરિણામે રિક્ષા બેકાબૂ બનીને રોડ સાઈડના વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને મુસાફરોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પ્રતિકભાઈ રામી અને જગદીશભાઈ સાકરીયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

Join Our WhatsApp Group

આ અકસ્માત દરમિયાન 108 ની ટીમે ઉમદા માનવતા અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિક્ષામાંથી મળી આવેલ 27,720 રૂપિયાની રોકડ રકમ, 2 મોબાઈલ ફોન, ઘડિયાળ અને અન્ય મહત્વના દસ્તાવેજો સુરક્ષિત રીતે હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર ઝીયાબહેનને સોંપ્યા હતા. હાલ બંને ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Road Accident (માર્ગ અકસ્માત)

Post navigation

Previous: સાયલાઃ સેજકપરમાં રસ્તે ચાલવા મુદ્દે યુવક ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો
Next: ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ કાર્યકરો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી

Related News

image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026
Limbdi AAP Resignation

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

surendranagarupdate1@gmail.com 3 April 2026
Surendranagar Update New Logo

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

user 2 2 April 2026

Recent Post

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ પાણી માટે આરક્ષિત છતાં ગેરકાયદે માછીમારી યથાવત image (20)

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ પાણી માટે આરક્ષિત છતાં ગેરકાયદે માછીમારી યથાવત

20 April 2026
ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

20 April 2026
ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો 1776713997061

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

20 April 2026
રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

17 April 2026
સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

16 April 2026
ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

16 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add