લીંબડી તાલુકાના ચોકી ગામે રહેતો રણછોડ બચુભાઈ બેણપીયા ગામની સીમમાં દેશી દારૂ બનાવાનો આથો રાખી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યા દરોડો પાડીને દેશી દારૂ બનાવાનો એક હજાર કિલો આથો (કિં.રૂ. ૨૫,૦૦૦ હજાર)નો મુદામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી રણછોડ બેણપીયા રાબોતા મુજબ નાસી છુટયો હતો. લીંબડી પોલીસે રણછોડ વિરૂદ્ધ ગુનો નોધીંને તપાસ હાથ ધરી છે.