Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

થાનગઢના જામવાળીમાં દરોડા 5 કુવામાથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું

jeet 10 October 2025
20251010_222036_0000

ચોટીલાના નાયબ કલેક્ટરના થાનગઢના જામવાળીમાં દરોડા 5 કુવામાથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું

ટ્રેક્ટર, બે કમ્પ્રેશન મશીન, પાંચ ચરખીઓ, ત્રણ બકેટ, એક બાઈક સહીત 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યા

Join Our WhatsApp Group

ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદાર ટીમે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું.

આ દરોડો વહેલી પરોઢે રાત્રિના ૧ વાગ્યાના અરસામાં પાડવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર મકવાણાના નેતૃત્વમાં થાન મામલતદાર અને તેમની સંયુક્ત ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

સ્થળ પર તપાસ કરતાં ગેરકાયદેસર રીતે કાર્યરત કુલ ૫ કાર્બોસેલના કૂવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. આ કૂવાઓ પરથી ટીમે રૂપિયા ૧૫ લાખ ૫૦ હજારની અંદાજિત કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ૪૦ મેટ્રિક ટન કાર્બોસેલ, એક ટ્રેક્ટર, બે કમ્પ્રેશન મશીન, પાંચ ચરખીઓ, ત્રણ બકેટ, એક બાઈક જપ્ત કરીને તમામ મુદ્દામાલને તાત્કાલિક મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઈસમો સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ કોના દ્વારા ખોદવામાં આવ્યા હતા ? અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડીમાં મીડીએશન સેન્ટરનું ઉદ્ઘાટન
Next: સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.

Related News

Than Morthala primary school

મોરથાળા ગામની શાળામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

surendranagarupdate1@gmail.com 25 August 2026
Thangadh Gambling Raid

થાનના ખાખરાથળમાંથી રૂ. 2.87 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારીની ધરપકડ

surendranagarupdate1@gmail.com 28 June 2026
TH N

થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

User 3 8 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add