Surendranagar

સુરેન્દ્રનગર: એસ.પી. પ્રેમસુખ ડેલુએ જમીન વિવાદમાં દિવ્યાંગ દંપતીને ઝડપી ન્યાય અપાવ્યો

સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુએ ફરી એકવાર પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. તાજેતરમાં એક દિવ્યાંગ દંપતી પોતાની જમીન સંબંધિત ફરિયાદ લઈને એસ.પી. કચેરી પહોંચ્યું હતું. દંપતીની શારીરિક મર્યાદાને સમજીને, એસ.પી. પોતે પોતાની ચેમ્બરમાંથી નીચે ઉતરી ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા હતા. તેમણે જમીન પર બેસીને દંપતીની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી હતી. આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા તેમણે B-ડિવિઝન પોલીસને સૂચના આપી હતી, જેના પરિણામે પોલીસની મધ્યસ્થતાથી દંપતીને જમીનના અસલ દસ્તાવેજો પરત મળ્યા અને જૂનો વિવાદાસ્પદ કરાર રદ કરવામાં આવ્યો. ન્યાય મળતા ગદગદ થયેલા દંપતીએ જ્યારે એસ.પી.નું સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમણે હોદ્દાનું પ્રોટોકોલ છોડી જમીન પર બેસીને શાલ ઓઢી સન્માન સ્વીકાર્યું હતું. “હોદ્દો નહીં પણ માનવતા મોટી” તે સૂત્રને સાર્થક કરતા આ દ્રશ્યોએ સોશિયલ મડિયા પર લોકોના દિલ જીતી લીધા છે…
User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago