Water Pipeline Leakage | વઢવાણ (Wadhwan)માં વોર્ડ નંબર 13 ના સતવારાપરા (SatwaraPara) અને આર્ય સમાજ મંદિર (Arya Samaj Temple) પાસેના રહીશો છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ (water pipeline leakage) ની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.
તંત્ર દ્વારા આ જગ્યાએ અત્યાર સુધીમાં 7 વખત રિપેરિંગ કામગીરી કરવામાં આવી હોવા છતાં લીકેજનો કાયમી ઉકેલ આવ્યો નથી. વોર્ડ એન્જિનિયર (Ward Engineer) ની ગંભીર બેદરકારીને કારણે વારંવાર ખોદકામ કરવાથી રસ્તા પર મોટા ખાડા (potholes) પડી ગયા છે અને વિસ્તારમાં 24 કલાક પાણી ભરાયેલું (waterlogging) રહે છે.
જ્યારે પણ પાણી વિતરણનો વારો હોય ત્યારે આખો વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે, જેનાથી સ્થાનિકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. સતત પાણી ભરાઈ રહેવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે.
છેલ્લા 2 મહિનાથી સ્થાનિકો આ હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર માત્ર કામચલાઉ સમારકામ કરીને સંતોષ માની રહ્યું છે. હવે રહીશોએ આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવા માટે નગરપાલિકા અને તંત્ર પાસે ભારે માંગ કરી છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…