Wadhwan

વઢવાણના ખમીસાણામાં આવાસ યોજનાના મકાનો અધૂરા રહેતા લાભાર્થીઓમાં રોષ

વઢવાણના ખમીસાણા ગામ નજીક પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ બનાવવામાં આવતા મકાનોનું કામ છેલ્લા 1 year થી બંધ હાલતમાં છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા 1.20 lakh rupees ની સહાય ચૂકવવામાં આવે છે.

વહીવટી તંત્ર દ્વારા જમીન ફાળવણી કર્યા બાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિચરતી વિમુખ જાતિના 30 જેટલા પરિવારો માટે આ મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

એક મકાન પાછળ અંદાજે 3.50 lakh rupees નો ખર્ચ થાય છે, જેમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા લોન પેટે બાકીની રકમ ચૂકવવામાં આવે છે.

મકાનોનો ડ્રો કરીને 80% જેટલું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ લાભાર્થીઓ દ્વારા નિયમિત હપ્તા ન ભરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે.

છેલ્લા એક વર્ષથી કામ બંધ હોવાના કારણે મકાનોના બારી-બારણા અને અન્ય માળખું ડેમેજ થઈ રહ્યા છે. મકાનો ખુલ્લા હોવાને કારણે ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.

આ પરિસ્થિતિને કારણે ગરીબ પરિવારો પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થવાની રાહ જોઈને બેઠા છે પરંતુ વહીવટી તંત્ર અને સંસ્થાની અસુવિધાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થાનિક સ્તરેથી માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે અધૂરા મકાનોનું કામ પૂર્ણ કરવામાં આવે જેથી 30થી વધુ પરિવારો સુરક્ષિત રીતે પોતાના ઘરમાં રહી શકે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…

4 days ago

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…

4 days ago

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…

1 week ago

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

1 week ago

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…

1 week ago

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…

1 week ago