Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરના વસ્તડી પુલનું કામ ખાતમહુર્ત બાદ છેલ્લા 4 મહિના થી બંધ હાલતમાં.

jeet 4 November 2025
Untitled design_20251104_100052_0000

16 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર વસ્તડી પુલનું છેલ્લા 04 મહિનાથી કામગીરી બંઘ હાલતમાં.

45 થી વધુ ગામોના લોકોને હાલાકી..

Join Our WhatsApp Group

2023માં પુલ તૂટી ગયો હતો અને બે ભાગ થઇ ગયા હતા…

24 સપ્ટેમ્બર 2023 ના રોજ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ ઉપર આવેલો ભોગાવો નદી ઉપરનો પુલ અચાનક તૂટી પડવા પામ્યો હતો અને તેના ઉપરથી ઓવરલોડ ડમ્પરો તેમજ ઓવરલોડ વાહનો પસાર થતા હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ જેટલા વાહનો પણ ડૂબી ગયા હતા અને વાહન ચાલકો પણ નદીના પાણીમાં ખાબકીયા હતા. ત્યારે 24 સપ્ટેમ્બર ના રોજ બનેલી ઘટના બાદ 2025 માં નવું નિર્માણ આ પુલનું કામ કરાવવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.

અંદાજિત 16 કરોડ રૂપિયાના ખર્ચે વસ્તડી બ્રિજનું નવનિર્માણ કામ હાથ ધરવા માટે આગેવાનો દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ચાર મહિનાથી સમગ્ર નવનિર્માણ કામ કરવાની પ્રક્રિયા બંધ હાલતમાં છે એક બાજુ ચુડા બોટાદ રાણપુર જવા માટે સુરેન્દ્રનગર ને જોડતો એકમાત્ર આ પુલ આવેલો છે તે પણ છેલ્લા બે વર્ષથી સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભોગાવો નદીની અંદરથી ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે પરંતુ તે પણ અત્યંત બિસમાર હાલતમાં છે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે..

વસ્તડી ખાતે મેલડી માતાજીનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ પણ આવેલું છે ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામમાં પણ ફસાયેલું રહેવું પડી રહ્યું છે 45 ગામના લોકોને તો હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હાલના તબક્કામાં પુલ બંધ હોવાના કારણે શાળા એ જતી સ્કૂલ વાહનો છે તે પણ ભોગાવો નદીમાંથી પસાર કરવી પડી રહી છે અને તે પણ જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ આવવા માટે મજબુર બની રહ્યા છે..

ખાત મહુર્ત કર્યા બાદ ચાર મહિનાથી સમગ્ર કામગીરી બંધ હાલતમાં છે ત્યારે રોજના 1,000 થી વધુ વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી વેચવી પડી રહી છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના આપી અને તાત્કાલિક કામ શરૂ કરાવવામાં આવે તેવી આજુબાજુના 45 થી વધુ ગામના લોકોની માંગ છે કારણ કે આ ગામના લોકોને પણ જરૂર માટે હાલાકી નો સામનો અને તકલીફ વેઠવી પડી રહી છે ખાત મહુર્ત થયું અને નવનિર્માણનું કામ પણ શરૂ થયું પરંતુ તે હવે બંધ પડ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર ધ્યાન આપી તાત્કાલિક કામગીરી પૂરી કરે તેવી માંગ ઉઠવા પામી છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરનો દુધરેજનો બંધ કરવામાં આવેલો પુલ 19 નવેમ્બર સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે.
Next: સુરેન્દ્રનગર જિલ્લામાં ડેંગ્યુ મેલેરિયાના પોઝિટિવ કેસોમાં વધારો.

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add