Categories: Uncategorized

સરકારી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલા સુરેન્દ્રનગરના અધિકારીઓના ટેલીફોન નંબર મૂંગા..

ડિજિટલ ઇન્ડિયા ની વાહવાહી વચ્ચે સરકારી વેબસાઈટમાં ઉપલબ્ધ અધિકારીઓના કોન્ટેક નંબર જ બંધ હાલતમાં..

સરકારી વેબસાઈટ ઉપર અધિકારીઓના નંબર છેલ્લા અનેક વર્ષોથી અપડેટ જ કરવામાં નથી આવ્યા..

રણમાં ફસાયેલા લોકોએ ઓનલાઇન અધિકારીઓના નંબર કાઢ્યા પણ વેબસાઈટમાં દેખાડવામાં આવતા નંબરો લાગ્યા જ નહીં..

ડિજિટલ ઇન્ડિયા ની વાતો વચ્ચે સરકારી વેબસાઈટ અને સરકારી પોર્ટલ ઉપર જ છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા અપડેટ કરવામાં આવ્યું નથી હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી અધિકારીઓ ના નંબર ઓનલાઈન પોર્ટલ અને વેબસાઈટ ઉપર અને સરકારી વેબસાઈટ ઉપર શોધવામાં આવે તો તે લેન્ડલાઈન નંબર ઉપલબ્ધ હોય છે અને તે પૈકી એક પણ લેન્ડલાઈન નંબર લાગતા ન હોવાનું સામે આવ્યું છે.

ત્યારે વરસાદના કારણે રણમાં યાત્રીકો ફસાયા ત્યારે યાત્રિકો દ્વારા પ્રાંત અધિકારી નો નંબર પોર્ટલ અને વેબસાઈટ ઉપરથી શોધવામાં આવ્યો હતો આ નંબર લેન્ડલાઈન નંબર હતો ત્યારે ફસાયેલા રણના યાત્રિકો દ્વારા આ નંબર લગાવવામાં આવતા રીંગ જ ન ગઈ હતી અને પરિણામે કલાકો સુધી યાત્રિકોને રણમાં ફસાયેલું રહેવું પડ્યું હતું સરકારની તમામ વસ્તુઓ સતત દીનપ્રતિદિન અપડેટ થઈ રહી છે પરંતુ સરકારી પોર્ટલ ઉપર આપવામાં આવેલા અધિકારીઓના નંબર અપડેટ કરવામાં નથી આવી રહ્યા.

લેન્ડલાઈન નંબર હોવાના કારણે હાલમાં આ નંબર માં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓનો કોઈ કોન્ટેક્ટ નથી થઈ શકી રહ્યો જેને લઇને અરજદારો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે કારણ કે તમામ અરજદારો પાસે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓના પર્સનલ નંબરો નથી હોતા ત્યારે સરકારી પોર્ટલ મારફતે અરજદારો દ્વારા નંબર કાઢી અને તેમાં દેખાડવામાં આવતો લેન્ડલાઈન નંબર લગાવવામાં આવતો હોય છે પરંતુ આ નંબર લાગતો નથી હોતો પરિણામે કામગીરી માટે અધિકારીઓનો સંપર્ક કરતા અરજદારોને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે અને કચેરીના ધક્કા પણ ખાવા પડી રહ્યા છે.

પોર્ટલ દ્વારા દેખાડવામાં આવતા નંબર છે કે તાત્કાલિક અપડેટ કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે હાલમાં ડિજિટલ ક્રાંતિનો યુગ ચાલી રહ્યો છે પરંતુ સરકારી પોર્ટલમાં જ ધાંધિયા હોવાનું સામે આવ્યું છે ખરેખર અધિકારીઓના સરકારી આપવામાં આવેલા મોબાઈલ કોન્ટેક નંબર પણ વેબસાઈટમાં દેખાડવામાં આવે અને જે જૂના નંબરો બંધ હાલતમાં છે તે દૂર કરી અને અધિકારીઓનો કોન્ટેક્ટ થઈ શકે તેવા ચાલુ નંબર દર્શાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago