Chotila

સુરેન્દ્રનગરના વધુ એક ભાજપના ધારાસભ્યએ સીએમને માવઠાની નુકસાની સહાય આપવા માટે લખ્યો પત્ર

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર..

કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન સરકાર ખેડૂતોની વાહરે આવે તેવી ખૂદ ધારાસભ્ય કરી માંગ..

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે વરસાદના કારણે અને માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છે તે માવઠાથી વરસાદના કારણે છીનવાઈ ગયો છે પરંતુ હવે કૃષિ વિભાગ અને સરકાર સામે મિટ માંડી અને ખેડૂતો બેઠા છે પરંતુ સરકાર દ્વારા પાક નુકસાન અંગેની કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી અને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેનું વિશેષ વળતર પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું નથી.

ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને પત્ર લખી રહ્યા છે ગઈકાલે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને આ મગફળી કપાસ જેવા પાકોને નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરી અને તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને તેમને તાત્કાલિક રાહત પેકેજ સ્વરૂપે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દર વખતે ધારાસભ્યના પત્ર બાદ કૃષિ વિભાગ અને સરકાર જાગતી હોય છે પરંતુ આ વર્ષે પણ સરકાર ખેડૂતોની વાહરે આવી અને વિશેષ વળતર પેકે જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોના જે દેવા છે તે માફ કરવામાં આવે પાક ધિરાણની રકમ પણ માફ કરવામાં આવે મગફળી કપાસ અને એરંડા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તેમાં સર્વેની ટીમો કામે લગાડી અને સર્વે કરાવી અને પાક નુકસાન વળતર ની રકમ તાત્કાલિક ખાતાઓમાં જમા કરાવવામાં આવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી છે.

ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રીને પત્ર લખતા પત્રમાં ઉમેર્યું છે કે ખેડૂતોની હાલત અત્યંત દૈન્ય છે મોઢામાં આવેલો કોડિયો ખેડૂતોનો છીનવાઈ ચૂક્યો છે તૈયાર થયેલો પાક પલળી ગયો છે શાકભાજી સોયાબીન મગફળી તલ કપાસને નુકસાન છે ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા પેકેજ આપવાની રજૂઆત શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે..

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago