Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જીલ્લામા આવેલ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અભયારણ્ય ને આગામી 7 થી 14 જુન સુધી ખુલ્લુ મુકાશે

jeet 11 October 2025
Untitled design_20251011_085651_0000

સુરેન્દ્રનગર જીલ્લામા આવેલ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અભયારણ્ય ને આગામી 7 થી 14 જુન સુધી ખુલ્લુ મુકાશે

ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ અભયારણ્ય માં આવે છે.

Join Our WhatsApp Group

અભયારણ્યની અંદર ઘુડખર તેમજ વન્ય જીવ અને વિદેશી પક્ષી જોવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ગત વર્ષે 12,000 જેટલા પ્રવાસીઓએ લીધી અભયારણ્ય ની મુલાકાત

ઘૂડખર અભયારણ્ય ને 23 લાખ જેટલી થઈ હતી આવક

સુરેન્દ્રનગર જીલ્લામા પણ કચ્છનું નાનું રણ એની શરૂઆત જીલ્લાના ધ્રાંગધ્રા થી થાયછે અને બીજી તરફ પાટડીના બજાણા ઝીઝુવાડા ખારાઘોડા પણ થાયછે આ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણ અભયારણ્ય ને આવતી 7 થી 14 જુન સુધી ખુલ્લુ મુકવામા આવશે આ સમય દરમિયાન લાખો પ્રવાસીઓ આ રણની મુલાકાત લેછે આ રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.  આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે  સરકારના વન  વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે  શિયાળામાં નિઃશુલ્ક શિબિર નું આયોજન થાય છે. આગામી  14 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે.છેલ્લા વર્ષોમાં આ રણ ની અંદર મુલાકાત લેનાર પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. છેલ્લે 2024 થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7672 જેટલી નોંધાયેલ છે. આ જગ્યાએ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે. ઉલ્લેખનિય છે કે અભયારણ્ય દ્વારા શિયાળામાં રણની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિર નું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતની વિવિધ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. ઉલ્લેખનીય  છે કે સરકાર દ્વારા આ વખતે સાત દિવસ વહેલા  અભયારણ્ય ખુલ્લા મૂકવામાં આવ્યા છે દર વર્ષે 16 ઓક્ટોબર થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવે છે જે આ વખતે 7 ઓક્ટોબર થી રાજ્યના વિવિધ અભયારણ્ય ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને લઈને ઘુડખર અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર: ધોળી ધજા ડેમની સફાઈનો અભાવ, પીવાના પાણીની ગુણવત્તા જોખમમાં!
Next: સુરેન્દ્રનગર શહેરની 100 થી વધુ શાળા સ્કુલના વિર્ધાર્થીઓએ દેશને મજબુત કરવા 5000 પોસ્ટકાર્ડ લખ્યા

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add