Categories: Surendranagar

ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે

ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે

ગુજરાતના શ્વાસમાં ધબકતી અને ૩૬ પેઢી સુધીનો સચોટ ઇતિહાસ સાચવનાર બારોટજીની પરંપરા આધુનિક યુગમાં વિસરાઈ રહી છે, જેના કારણે હજારો વર્ષ જૂની વંશાવળી (વહી) અને લોકવિદ્યા ઉપેક્ષિત થઈ રહી છે. એક સમયે જે ‘વહી’ને પૂર્વજોએ જીવની જેમ સાચવી હતી, તેનું મહત્વ આજની પેઢી સમજી શકતી નથી.

ટેકનોલોજીના યુગમાં પણ વંશાવળીની સચોટતા

બારોટજીના વહીવંચા ચોપડામાં માત્ર વર્તમાન જ નહીં, પરંતુ હજારો વર્ષોે પહેલાં સમાજ ક્યાંથી ઉત્પન્ન થયો, ક્યાં વસ્યો અને શું કાર્ય કર્યું તેની સચોટ નોંધ જોવા મળે છે. ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર પાંચમી પેઢી કોણ છે તે કહી શકતા નથી, જ્યારે બારોટ પાસેથી યજમાનનો ૧૪૦૦ વર્ષનો ઇતિહાસ અને ૩૬ પેઢી સુધીની માહિતી મળી રહે છે. આ વંશીગોર (બારોટ) પોતાના યજમાનોના ગોત્ર, કુળદેવતા, વેદ, શાખા અને પેઢીઓની નામાવલી સાચવીને સમાજની પેઢીઓને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. પુત્રજન્મ થાય ત્યારે બારોટના ચોપડે નામ નોંધાવવાનો પ્રસંગ ઉજવાતો, જ્યાં નવી પેઢીના છોકરાઓ પોતાના કુળની ગાથા સાંભળતા.

સાંકેતિક ભાષામાં લખાણ

બારોટની વહીનું લખાણ અત્યંત સંક્ષિપ્ત અને સાંકેતિક ભાષામાં હોય છે, જેને બીજો કોઈ ઉકેલી શકતો નથી. ‘ઘોડો કીઆડો’, ‘પાઘડી’, ‘તલવાર’ જેવા શબ્દો ચોક્કસ સાંકેતિક અર્થો ધરાવતા હોય છે, જે આગળની પેઢીઓની વંશાવળી કયા પાને છે તે સૂચવે છે. આ ગુપ્ત સંકેત યોજના ચોપડાની સુરક્ષા માટે રાખવામાં આવી હતી. આ હજારો વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠેલા બારોટજીના ચોપડામાં લખેલા એકેએક શબ્દ આજે પણ દેશની તમામ કોર્ટમાં માન્ય ગણાય છે. અનેક જટિલ કેસોમાં કોર્ટે તેના આધારે ચુકાદા આપ્યા છે.

વિસરાતી જતી પરંપરા

એક સમયે જ્યારે બારોટજી (વંશીગોર) તેમના યજમાનના ઘરે આગમન કરતા ત્યારે વાજતે-ગાજતે સામૈયા થતા અને તેમનું મોભી સન્માન થતું હતું. પરંતુ આજના છૈં અને મોબાઇલ યુગમાં યુવાનોને તેમના બારોટજીનું મહત્વ કે તેમના દાદા-પરદાદાનો ઇતિહાસ સાચવનાર વ્યક્તિ કોણ છે, તેની જાણ પણ નથી. વર્ષે આવતા બારોટજી હવે પાંચથી સાત વર્ષે આવે છે. આ કારણે સમાજની પેઢીઓને જીવંત રાખવાનું આ ભવ્ય કાર્ય હવે ઉપેક્ષિત થઈ રહ્યું છે.

રાજપૂત રાજવંશની વહીઓ ૩૦-૩૦ કિલોની છે

વહી એટલે લોકસંસ્કૃતિનો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકોનું બહુ ધ્યાન ખેચાયું નથી, આ વહીઓ આપણા ભવ્ય ભૂતકાળને જાણવાનું એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકારની હોય છે તેમાય રાજપૂત રાજવંશની રાજવહીઓ તો વિક્રમજનક કહી શકાય તેટલી ૩૦-૩૦ કિલો વજનવાળી રાજવહીઓ છે. આ પ્રચંડ વહીઓ જ્યાં પહેલા રજવાડાનાં સમયે સ્ટેટ હતાં ત્યાં આજે પણ ક્યાંક જોવા મળે છે.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago