તળપદા કોળી સમાજ દ્વારા દાંડીયારાસ, સ્નેહમિલન અને સિનિયર સમાજ સેવકોના સન્માનનો ભવ્ય ‘ત્રિવિધ’ કાર્યક્રમ યોજાયા
સુરેન્દ્રનગર: સમસ્ત તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર મહાનગર દ્વારા પંડિત દિન દયાળ હોલ ખાતે એક સફળ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંડીયારાસ, સ્નેહમિલન અને સમાજના સિનિયર સમાજ સેવકોનો સન્માન સમારોહ યોજાઈ ગયો.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી રામ રણુજા આશ્રમ કોઠારીયાના લાભુગીરી અને આર્યન ભગત (સાળંગપુર)ના હસ્તે એક નવતર વિચારની અમલવારી કરવામાં આવી હતી. સમાજ જાગૃતિ, સંગઠન, અને એકતા-અખંડિતતા જાળવી રાખવા જેવા અઢળક કાર્યો કરનાર સમસ્ત તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર મહાનગરના સિનિયર સમાજસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિશેષ હાજરી આપી સન્માનિત સમાજસેવકોને શુભેચ્છાઓ પાઠવી અને આયોજકોને બિરદાવ્યા હતા. આ ઉપરાંત, માનનીય સાંસદ ચંદુભાઈ શિહોરા પણ હાજર રહ્યા હતા.
સ્નેહમિલન સમારોહમાં સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં સમાજ જાગૃતિના કાર્યો માટેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા. સમાજ સેવકોના સન્માનની સાથે સાથે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, અને દાંડીયા રાસમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા બહેનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રદીપભાઈ વસ્તાણીની આગવી કાર્યશૈલી, માઇક્રો પ્લાનિંગ સાથેનું મેનેજમેન્ટ, તેમજ અક્ષયભાઈ ધાડવી, અશોકભાઈ ઝાલા, અને રમેશભાઈ મેણીયા સહિત આયોજક ટીમના તમામ સભ્યોઓનો સાથ-સહકાર રહ્યો હતો. આમ ત્રિવિધ કાર્યક્રમ થકી તળપદા કોળી સમાજમાં ઉત્સાહ, સંગઠન અને સમાજસેવાની ભાવનાને વધુ મજબૂત જોવા મળી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…