Surendranagar

સુરેન્દ્રનગર: સસ્તા અનાજના દુકાનદારોનો કમિશન મુદ્દે વિરોધ

Surendranagar Ration Shopkeepers | સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો છેલ્લા 6 મહિનાથી કમિશનની ચુકવણી ન થવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાની 500 થી વધુ દુકાનોના સંચાલકોએ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી અનાજ પહોંચાડતા આ દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે, કારણ કે લાંબા સમયથી તેમને મળવાપાત્ર કમિશન સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે.

દુકાનદારોનો આક્ષેપ છે કે કમિશન ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો પણ વણઉકેલ્યા છે. ઘણીવાર અનાજ માટે એડવાન્સ રૂપિયા ભર્યા હોવા છતાં માલ સમયસર મળતો નથી. આ ઉપરાંત, દુકાનદારો પાસે VCE ની કામગીરી કરાવવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય વળતર મળતું નથી. આ અન્યાય સામે વિરોધ નોંધાવતા પાટડી તાલુકાના એક દુકાનદારે તો રાજીનામું આપવાની તૈયારી પણ દર્શાવી છે.

જો તાત્કાલિક ધોરણે 6 માસનું કમિશન ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અન્ય દુકાનદારો પણ સામૂહિક રાજીનામા આપે તેવી શક્યતા છે. પુરવઠા અધિકારીએ હાલ આ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની ખાતરી આપી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

6 hours ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

9 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

9 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

10 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

10 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

10 hours ago