Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ‘ડબલ સિંઘમ’નો દબદબો: SP પ્રેમસુખ ડેલુ બાદ IG નિર્લિપ્ત રાયના આગમનથી ફફડાટ

surendranagarupdate1@gmail.com 6 March 2026
surendranagar-police-premsukh-delu-nirlipt-rai-double-singham

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે હવે ‘બે સિંઘમ’ અધિકારીઓની જોડી કાર્યરત થઈ છે. જિલ્લામાં પહેલેથી જ પોતાની કડક છાપ ધરાવતા એસપી પ્રેમસુખ ડેલુ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે હવે રેન્જ આઈજી તરીકે નિડર અધિકારી નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નિર્લિપ્ત રાય રાજ્યભરમાં લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓ સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા છે. બીજી તરફ, એસપી પ્રેમસુખ ડેલુએ પણ અગાઉ અનેક અસામાજિક તત્વો પર સપાટો બોલાવી ગુનાખોરી પર લગામ લગાવી છે. આ બે દિગ્ગજ પોલીસ અધિકારીઓના આગમનથી સુરેન્દ્રનગરની જનતામાં સલામતીનો અહેસાસ જાગ્યો છે. સ્થાનિકો માની રહ્યા છે કે હવે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વોએ વિદાય લેવી પડશે અને શાંતિનો નવો યુગ શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતા 37 જેટલા IPS અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓમાં અનેક જગ્યાએ પદોને અપગ્રેડ કે ડાઉનગ્રેડ કરીને વહીવટી સુગમતા લાવવાનો પ્રયાસ કરાયો છે. આ આદેશમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ નિર્લિપ્ત રાયનું છે, જેમને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી વિદાય આપીને રાજકોટ રેન્જના આઈજી (IG) તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Nirlipt Rai (નિર્લિપ્ત રાય) Premsukh Delu (પ્રેમસુખ ડેલુ)

Post navigation

Previous: વઢવાણ તાલુકાના વિકાસ માટે ₹3 કરોડના કામોને મંજૂરી: જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
Next: જોરાવનગરમાં સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિનો 27મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add