Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીથી દૂધરેજ રોડ પરથી વધુ 47 દબાણો દૂર કરાયા, લારીઓ જપ્ત

surendranagarupdate1@gmail.com 24 June 2026
Surendranagar Anti Encroachment Drive

Surendranagar Anti Encroachment Drive | સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર સતત વધી રહેલા ગેરકાયદેસર દબાણોને કારણે રોડ રસ્તાઓ સાંકડા થઈ ગયા હતા. આ દબાણોના લીધે વાહનોના ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

આ બાબતે શહેરના જાગૃત નાગરિકો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક દબાણો હટાવવાની માંગ કરવામાં આવી હતી. નાગરિકોની આ રજૂઆતના પગલે તંત્ર દ્વારા કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની દબાણ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર કચેરીથી લઈને દૂધરેજ સુધીના વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન રસ્તા પર નડતરરૂપ એવા કુલ 47 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડીને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પાકા કેબિન, લારી-ગલ્લા અને દુકાનોની બહાર લગાવેલા કાપડના શેડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ટ્રાફિકને અવરોધતી 8 જેટલી લારીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન નિયમભંગ કરનારાઓ પાસેથી 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આગામી સમયમાં પણ શહેરના રસ્તાઓ ખુલ્લા અને ટ્રાફિકમુક્ત બને તે માટે મહાનગરપાલિકા દ્વારા આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Encroachment Drive (દબાણ હટાવ ઝુંબેશ) Surendranagar Municipal Corporation

Post navigation

Previous: સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની વણોદ GIDCની મુલાકાત: 2017થી ઉદ્યોગો વગર સૂની પડેલી GIDC શરૂ કરવા આપ્યા કડક આદેશ
Next: પેપર લીક કૌભાંડ મુદ્દે હવે કોંગ્રેસ મેદાને: સુરેન્દ્રનગરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા આજથી ‘છાત્ર કી ગુંજ’ કાર્યક્રમ

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add