Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર મનપામાં 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વેરાની વસૂલાત કરાશે

user 2 19 March 2026
Surendranagar Municipal Corporation

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 31 માર્ચ, 2026 સુધી તમામ શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ મહાનગરપાલિકાના વેરા વસૂલાત કેન્દ્રો કાર્યરત રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને પોતાના બાકી મિલકત વેરો, વ્યવસાય વેરો અને પાણી વેરો ભરવામાં સરળતા રહે તેવો છે. રજાના દિવસોમાં પણ સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તમામ ઝોનલ કચેરીઓ પર વેરો સ્વીકારવામાં આવશે. શહેરીજનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ઉપરાંત ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને જોરાવરનગર લાઈબ્રેરી ખાતે આવેલા કેન્દ્રો પર જઈને વેરો ભરી શકશે. જે નાગરિકો કચેરીએ રૂબરૂ જઈ શકતા નથી, તેમના માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. https://app.snmcgujarat.com પોર્ટલ પરથી કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકાશે. મહાનગરપાલિકા દ્વારા આ બાબતે ખાસ તાકીદ કરવામાં આવી છે કે જેથી છેલ્લી ઘડીની ભીડથી બચી શકાય. તંત્ર દ્વારા આ વખતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો 31 માર્ચ 2026 સુધીમાં બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો સંબંધિત મિલકત ધારકો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી વેરા વસૂલાતની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. શહેરીજનોને અપીલ છે કે કાયદેસરની કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાના વેરા ભરીને શહેરના વિકાસમાં સહભાગી બને.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર જિલ્લામાં મીની વાવાઝોડા સાથે તોફાની વરસાદ, ખેતી પાક પાયમાલ
Next: ધાંગધ્રા પંથકમાં વાવાઝોડા સાથે માવઠુંએ તારાજી સર્જી, ઊભો પાક જમીનદોસ્ત થયો

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add