Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ, એક જ વર્ષમાં 26.19 કરોડની ટેક્સ વસૂલાત

user 2 19 March 2026
Surendranagar Municipal Corporation

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા વેરા વસૂલાત બાબતે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના પરિણામે પાલિકાની તિજોરીમાં નાણાંનો ધોધ વહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં મહાનગરપાલિકાએ કુલ 26.19 કરોડ રૂપિયાની ટેક્સ વસૂલાત કરીને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

ખાસ કરીને માર્ચ મહિનામાં જ તંત્રએ આક્રમક કામગીરી કરી 3.33 કરોડ રૂપિયાની માતબર આવક મેળવી છે. અગાઉ જ્યારે નગરપાલિકા હતી ત્યારે અપૂરતી સુવિધાઓને કારણે લોકો ટેક્સ ભરવામાં આનાકાની કરતા હતા, પરંતુ હવે મહાનગરપાલિકાના દરજ્જા સાથે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.

Join Our WhatsApp Group

બાકી રહેલા 120 કરોડ રૂપિયાના લેણાં વસૂલવા માટે ડેપ્યુટી કમિશનરના આદેશથી 22 જેટલી સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. જે મિલકત ધારકો ટેક્સ ભરવામાં વિલંબ કરી રહ્યા છે તેમની સામે સીલિંગની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં જ ટેક્સ ન ભરનારી 25 મિલકતોને સીલ મારી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય 74 મિલકતોને સીલ કરવાના આકરા હુકમો જારી કરી દેવાયા છે. તંત્રની આ કડકાઈને કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો સામે ચાલીને વેરો ભરવા પહોંચી રહ્યા છે.

માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ રજાના દિવસોમાં પણ કચેરી ખુલ્લી રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આગામી રમઝાન ઈદ, શનિ-રવિની રજાઓ, મહાવીર જયંતી અને રામનવમીના તહેવારોમાં પણ ટેક્સ બારીઓ ચાલુ રહેશે અને તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. મહાનગરપાલિકાનો લક્ષ્યાંક બાકી રહેલા 120 કરોડના આંકડાને મહત્તમ અંશે ઘટાડવાનો છે. આ રેકોર્ડબ્રેક વસૂલાતથી શહેરના વિકાસ કામોને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે. શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે સીલિંગની કાર્યવાહીથી બચવા માટે વહેલી તકે પોતાનો બાકી વેરો જમા કરાવી દે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડીમાં રૂ. 11 કરોડના ખર્ચે બે મુખ્ય માર્ગોનું નવીનીકરણ થશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
Next: ધાંગધ્રામાં ખોટા દસ્તાવેજો જમીન પચાવી પાડવાનું કાવતરું કરનાર 3 શખ્સો ઝડપાયા

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add