Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર: મૂળીના ગઢાદ ગામે વીજ ટ્રાન્સફોર્મર ચોરતી આખી ગેંગને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડી

surendranagarupdate1@gmail.com 30 June 2026
Transformer Theft Gang Caught in Gadhad village, Muli

Transformer Theft Gang Caught | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વીજ ઉપકરણો, વીજ ટ્રાન્સફોર્મર (TC), લોખંડની એંગલો અને વાયરની ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. તસ્કરો દ્વારા ખાસ કરીને રાત્રિના સમયે ખેડૂતોના ખેતરોમાંથી કિંમતી વીજ ટ્રાન્સફોર્મર ચોરી (Transformer Theft) જવાની ઘટનાઓ મોટા પ્રમાણમાં બનતી હતી.

આ ચોર ટોળકી પોલીસ પકડથી દૂર રહેતી હોવાથી, આખરે મૂળી તાલુકાના ગઢાદ (Gadhad Village, Ta. Muli) ગામે ખેડૂતો અને ગ્રામજનોએ રાત્રિ જાગરણ કરી વોચ ગોઠવી હતી. ગ્રામજનોની સતર્કતાના કારણે વીજ ઉપકરણોની ચોરી કરતી આખી ગેંગને (Gang) રંગેહાથ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

Join Our WhatsApp Group

ગઢાદ ગામના સરપંચ અને સ્થાનિક લોકોએ પકડાયેલા આરોપીઓનો વીડિયો બનાવીને વીજ તંત્રના અધિકારીઓ તેમજ મૂળી પોલીસને જાણ કરી હતી.

પીજીવીસીએલના (PGVCL) ડેપ્યુટી ઈજનેર સાપરાના જણાવ્યા મુજબ, આ મામલે મૂળી પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયાના લોખંડ, વાયર, એંગલ અને ઓઈલની ચોરીની કબૂલાત કરવામાં આવી છે, જેનાથી જિલ્લામાં થયેલી અનેક ચોરીઓનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ચલાવનાર મુખ્ય સૂત્રધાર રણજીત નામનો શખ્સ છે, જે મુળીના રામપરડા (Ramparda Village, Ta. Muli) ગામનો રહેવાસી છે અને તે નામચીન બુટલેગર (Bootlegger) તરીકે પોલીસ ચોપડે પણ ચડી ચૂકેલો છે. આ ગેંગ છેલ્લા 17 માસથી સક્રિય હતી અને તેમાં અલગ-અલગ ગામના સાગરીતો જોડાયેલા છે.

ખેતરોમાંથી ચોરાયેલા આ વીજ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ગેરકાયદેસર ખનીજચોરી (Illegal Mining) કરતી ખાણો પર વીજળી મેળવવા માટે થતો હતો. જો પોલીસ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે, તો સોલાર પાવર પ્રોજેક્ટ (Solar Power Project) અને પવનચક્કીના (Windmill) વિસ્તારોમાં થયેલી મોટી ચોરીઓ સહિત અનેક મોટા ખનીજ માફિયાઓના નામો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gadhad Village (Ta. Muli) ગઢાદ ગામ (તા.મુળી)

Post navigation

Previous: ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના વિરોધમાં જૈનાબાદ-બહુચરાજી હાઈવે ચક્કાજામ, ખેડૂતો અને કૉંગ્રેસ નેતાઓની ધરપકડ
Next: સુરેન્દ્રનગર: સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં ૨૨ ગામના ખેડૂતો ગાંધીનગરમાં નાખશે ધામા

Related News

muli-fps-shop-raid-stock-discrepancy

મુળીના વાગડીયામાં વાજબી ભાવની 3 દુકાનમાં ચેકિંગ, અનાજના 50 કટ્ટાનો ગોટાળો ઝડપાયો

surendranagarupdate1@gmail.com 29 June 2026
Muli Urea Fertilizer Scam

ખાતર પર દીવેલ: સુરેન્દ્રનગરમાં ખેડૂતોનું સબસિડીવાળું યુરિયા ફેક્ટરીઓને વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું, 3 સામે ગુનો દાખલ

surendranagarupdate1@gmail.com 27 June 2026
muli-khatdi-village-forest-department-awareness-program

મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું

surendranagarupdate1@gmail.com 13 June 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add