Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરની મેગામોલ નજીક ભૂગર્ભ ડ્રેનેજના પાણી રોડ પર ભરાતા વેપારીઓ બન્યા પરેશાન

surendranagarupdate1@gmail.com 13 June 2026
Surendranagar Drainage Problem

Surendranagar Drainage Problem | સુરેન્દ્રનગર શહેર સ્વચ્છ બને તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) દ્વારા કરોડો રૂપિયા સેનિટેશન (Sanitation) વિભાગ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર સફાઈની જે કામગીરી થવી જોઈએ તે થતી ન હોવાનો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાઇ જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ન સૌથી વધુ મળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવેલા કમ્પ્લેન (Complain) વિભાગમાં પણ રોજની 50થી વધુ ફરિયાદો ભૂગર્ભ ગટરના પ્રશ્નની હોવાનું સામે આવ્યું છે.

Join Our WhatsApp Group

ત્યારે સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ (Mega Mall) સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર ભૂગર્ભ ડ્રેનેજના (Drainage) પાણી રોડ ઉપર ભરાઈ જવા પામ્યા છે.

આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ ભૂગર્ભ ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવતી નથી જેને લઇને સ્થાનિક વેપારીઓ પણ પરેશાન બન્યા છે.

ધંધાકીય સ્થળો, ઉદ્યોગો અને કારખાનાઓ અને દુકાનો આ રોડ ઉપર આવેલી છે ત્યારે ફરજિયાત ડ્રેનેજના ગંદા પાણીમાંથી વેપારીઓ અને દુકાનદારોને પસાર થવું પડી રહ્યું છે.

આ અંગે તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે અને વ્યવસ્થિત રીતે ડ્રેનેજ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર (Commissioner) અને મેયરને (Mayor) પણ રજૂઆત કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Surendranagar Municipal Corporation

Post navigation

Previous: મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું

Related News

surendranagar-ganpati-phatsar-area-fire-incident

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આગ લાગી: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

surendranagarupdate1@gmail.com 12 June 2026
Surendranagar RTO Checking

સુરેન્દ્રનગરમાં RTO તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરાયું: નિયમોનો ભંગ કરતા 12 સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 12 June 2026
stray-dog-attack-surendranagar-krishnanagar-civil-hospital

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ

surendranagarupdate1@gmail.com 12 June 2026

Recent Post

સુરેન્દ્રનગરની મેગામોલ નજીક ભૂગર્ભ ડ્રેનેજના પાણી રોડ પર ભરાતા વેપારીઓ બન્યા પરેશાન Surendranagar Drainage Problem

સુરેન્દ્રનગરની મેગામોલ નજીક ભૂગર્ભ ડ્રેનેજના પાણી રોડ પર ભરાતા વેપારીઓ બન્યા પરેશાન

13 June 2026
મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું muli-khatdi-village-forest-department-awareness-program

મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું

13 June 2026
રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ સપાટો બોલાવ્યો: ચોટીલા કેમિકલ ચોરી પ્રકરણમાં PI, PSI સહિત 4 સસ્પેન્ડ, LCB આખી બદલાઈ! news

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ સપાટો બોલાવ્યો: ચોટીલા કેમિકલ ચોરી પ્રકરણમાં PI, PSI સહિત 4 સસ્પેન્ડ, LCB આખી બદલાઈ!

12 June 2026
સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આગ લાગી: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ surendranagar-ganpati-phatsar-area-fire-incident

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આગ લાગી: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

12 June 2026
સુરેન્દ્રનગરમાં RTO તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરાયું: નિયમોનો ભંગ કરતા 12 સામે કાર્યવાહી Surendranagar RTO Checking

સુરેન્દ્રનગરમાં RTO તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરાયું: નિયમોનો ભંગ કરતા 12 સામે કાર્યવાહી

12 June 2026
સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ stray-dog-attack-surendranagar-krishnanagar-civil-hospital

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ

12 June 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add