સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ હોસ્પિટલ (Hospital)માં સાયલાથી સારવાર માટે આવેલા દર્દીના સગા સાથે સામાન્ય બોલાચાલી બાદ બે શખ્સોએ છરી વડે હિંસક હુમલો કર્યો હતો. હોસ્પિટલની અંદર આતંક મચાવીને નાસી છૂટેલા બંને રીઢા ગુનેગારોને એ ડિવિઝન પોલીસે મહેસાણા જિલ્લામાંથી દબોચી લીધા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં રહેતા હિતેશ શંકરભાઈ કોડિયા અને અજીત ઉર્ફે ટકો જવાનજી મકવાણા (ઉર્ફે વિશાલ) એ આ જીવલેણ હુમલો કર્યો હતો. આ બંને આરોપીઓ સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 20થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
હુમલો કર્યા બાદ બંને આરોપીઓ મહેસાણામાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી સીટી પોલીસ (City Police) ને મળી હતી, જેના આધારે દરોડો પાડીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
મેડિકલ કોલેજમાં રીકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યુંકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાવતા આ તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ દ્વારા મેડિકલ કોલેજ (Medical College) ના ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન (Reconstruction) કરવામાં આવ્યું હતું. પોલીસે કડક પૂછપરછ હાથ ધરીને હુમલામાં વાપરવામાં આવેલી છરીઓ સહિતનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ કડક પોલીસ એક્શન (Action) ના પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…