Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, આચારસંહિતાના અમલ માટે આદેશ

user 2 3 April 2026
સુરેન્દ્રનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, આચારસંહિતાના અમલ માટે આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

ચૂંટણી પ્રક્રિયા મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના કડક અમલ અને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના સુચારુ આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Group

બેઠક દરમિયાન ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર પાયાની સુવિધાઓ, પરિવહન અને કાયદો-વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે મેનપાવર મેનેજમેન્ટ અને ખર્ચ મોનિટરિંગ સેલને સક્રિય રહેવા સૂચના આપી છે.

આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે વેબકાસ્ટિંગ, વીડિયોગ્રાફી અને સાયબર સિક્યુરિટી જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન અને દિવ્યાંગ મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા વહીવટી તંત્ર હાલ ખડેપગે કામ કરી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલામાં કોંગ્રેસને મોટો ઝટકો: 20 થી વધુ સક્રિય કાર્યકરોએ આપમાં જોડાયા
Next: સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add