Surendranagar

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં મોટી કાર્યવાહી: મામલતદાર, ક્લાર્ક અને તત્કાલીન કલેક્ટરના PA સસ્પેન્ડ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં જમીન બિનખેતી (Non-Agricultural) કરવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં વહીવટી તંત્ર દ્વારા કડક એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસ અને ફરિયાદ બાદ મહેસૂલ વિભાગે (Revenue Department) મોટી કાર્યવાહી કરતા મામલતદાર મયુર દવે, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ (PA) જયરાજસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે. આ અધિકારીઓ પર જમીન NA કરવાના બદલામાં લાખો રૂપિયાની લાંચ લેવાનો ગંભીર આક્ષેપ છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ સમગ્ર રેકેટમાં ઉઘરાવવામાં આવતી રકમનો 50% હિસ્સો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાસે જતો હતો, જેનો વહીવટ તેમના PA જયરાજસિંહ ઝાલા સંભાળતા હતા. આ ઉપરાંત, 25% રકમ અધિક કલેક્ટર (Additional Collector) આર.કે. ઓઝા અને 05% રકમ મામલતદાર મયુર દવે લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ED દ્વારા અગાઉ નાયબ મામલતદારના નિવાસસ્થાને દરોડા પાડી 67 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ લેપટોપ (Laptop), પેન ડ્રાઈવ (Pen Drive) અને હિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

હાલમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલ (Jail) હવાલે છે અને સ્પેશિયલ કોર્ટમાં (Special Court) ફરિયાદ દાખલ થયા બાદ વિભાગીય તપાસ તેજ બની છે. સસ્પેન્ડ કરાયેલા મામલતદાર મયુર દવેનું હેડક્વાર્ટર ડાંગ (Dang) ખાતે ખસેડવામાં આવ્યું છે. આ કૌભાંડના તાર વધુ ઉંડા હોવાની શક્યતાને જોતા આગામી દિવસોમાં અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ શિક્ષાત્મક કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઘટનાને પગલે કલેક્ટર કચેરીના અન્ય ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે

user 2

Recent Posts

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…

1 day ago

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…

1 day ago

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…

2 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…

2 days ago

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…

2 days ago

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…

2 days ago