Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતાં (૧) જગો વસવેલીયા (૨) મોહન બળોલીયાને ઝડપી પાડયા હતાં અને તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા ૫,૦૨૦નો મુદામાલ કબજે કર્યો હતો.
જ્યારે રેડ દરમ્યાન (૧) બિજલ ઝાપડીયા (૨) લાભુ વસવેલીયા (૩) સામજી ચિહલા (૪) મનોજ વસવેલીયા (૫) હિતેશ વસવેલીયા (૬) મનિષ વસવેલીયા (૭) દિલીપ બાભણીયા (૮) દિનેશ બાટીયા (૯) કરશન ચિહલા નાસી છુટયા હતાં. પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…
GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…
PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…
Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…
Chemical Theft Scam | સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં અને…