Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ભારે પવનના કારણે રવિ પાકનો સોથ વળ્યો, ખેડૂતે સહાયની માંગ કરી

surendranagarupdate1@gmail.com 19 March 2026
Surendranagar Crop Damage

સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કુદરતના માર સામે ફરી એકવાર જગતનો તાત લાચાર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરિયાળીનો પાક પવનના કારણે આડો પડી ગયો છે અને છોડ તૂટી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત, ચણાના પાકને પણ ભારે અસર પહોંચી છે; ખેતરોમાં રાખેલા ચણાના પાથરા પવનમાં ઉડી ગયા છે અને પોપટા ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

માત્ર વરિયાળી કે ચણા જ નહીં, પરંતુ અજમા અને જીરાના પાક પર પણ પવનની ગંભીર અસરો જોવા મળી છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં સુરેન્દ્રનગરના ખેડૂતો દેવાદાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. મહિનાઓની સખત મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. પાયમાલ થયેલા ખેડૂતોએ હવે પોતાની આજીવિકા બચાવવા માટે સરકાર સામે મદદની પોકાર લગાવી છે અને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રા શહેર ભાજપ કારોબારી બેઠક: આગામી ચૂંટણીઓ માટે સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડાઈ
Next: સુરેન્દ્રનગરના રણમાં કમોસમી વરસાદનો કહેર: અગરિયાઓના ઝુંપડા ઉડ્યા અને સોલાર પેનલો તૂટી, કરોડોનું નુકસાન

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add