Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં  42 ડિગ્રી તાપમાનમાં જનજીવન પ્રભાવિત, સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ વિતરણ

User 3 11 May 2026
SURE CHHAS N

સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ઝાલાવાડ પંથકમાં સવારના 11 વાગ્યાથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતાં લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં લોકોની અવરજવર નહિવત જોવા મળી રહી છે. જેના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ખાસ કરીને રણકાંઠાના પાટડી અને ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.

Join Our WhatsApp Group

આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે લોકો ઠંડા પીણા, લીંબુ શરબત અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખી વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ડીહાઇડ્રેશનથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને સુતરાઉ વસ્ત્રો પહેરવાની સલાહ અપાઈ છે.

આવી વિકટ પરિસ્થિતિમાં માનવતા મહેકી ઉઠી છે. ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ દ્વારા બજારમાં આવતા લોકો માટે નિઃશુલ્ક છાશ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 21 દિવસ સુધી ચાલનારા આ સેવા યજ્ઞમાં દરરોજ 150 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ અંદાજે 1000 જેટલા લોકો લઈ રહ્યા છે.

ખેતીકામ કે ખરીદી માટે આવતા ગ્રામીણ લોકો માટે આ છાશ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ વધવાની શક્યતા છે. ત્યારે લોકોએ સાવચેત રહેવું અનિવાર્ય છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: #સુરેન્દ્રનગર#જનજીવન#તાપમાન# છાશ

Post navigation

Previous: વઢવાણના ગુંદિયાળામાં જળ સંકટ: 15 દિવસથી પાણી કાપને પગલે ગ્રામજનોમાં ભારે રોષ
Next: સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો: ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add