Surendranagar Farmer Compensation meeting led by District Collector
Surendranagar Farmer Compensation | સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર (Surendranagar District Collector) જી. એચ. સોલંકી (G.H.Solanki)ના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી (Collector Office) ખાતે માર્કેટ રેટ કમિટી (Market Rate Committee) ની એક અગત્યની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વીજ ટ્રાન્સમિશન લાઈન (Power Transmission Line), ટાવર અને અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સુવિધાઓ આપવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના અધ્યતન ઠરાવ મુજબ તમામ ખેડૂતોને ન્યાયી અને વાજબી વળતર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતોના પ્રતિનિધિઓ, સરકારી વેલ્યુઅર્સ (Government Valuers) અને કમિટીના સભ્યોની હાજરીમાં પારદર્શક રીતે સુરેન્દ્રનગર ખેડૂત જમીન વળતર નક્કી કરવામાં આવ્યું છે.
હવે જૂની 2011ની જંત્રીના બદલે વર્તમાન બજાર કિંમત (Market Value) મુજબ વળતરની ચુકવણી થશે. 66 KV ધ્રાંગધ્રા લાઈન અને 66 KV સડલા-ગોદાવરી લાઈન માટે અગાઉની સરખામણીએ ચાર ગણાથી વધુ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયથી વિકાસ કાર્યોની સાથે ખેડૂતોની આર્થિક સુરક્ષા પણ મજબૂત બનશે. Surendranagar Farmer Compensation ની આ નવી નીતિથી અસરગ્રસ્ત ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને તેમનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
