Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીઓને તાળા: પગાર વધારાની માંગ સાથે 2710 કર્મચારીઓ હડતાલ પર

surendranagarupdate1@gmail.com 18 March 2026
Anganwadi Worker Strike

સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1355 આંગણવાડીઓના 2710 જેટલા કર્મચારીઓ આજથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે.

વઢવાણ સહિત તમામ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને કારણે જિલ્લાના અંદાજે 20,000 થી વધુ બાળકોને મળતા પૌષ્ટિક આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર સીધી અસર પડી છે.

Join Our WhatsApp Group

આંગણવાડી સંચાલકોની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો, વર્ષ 2018 પછી જૂના થયેલા મોબાઈલ ફોનના બદલે નવા સ્માર્ટફોનની ફાળવણી અને વિવિધ બિલોની સમયસર ચુકવણીનો સમાવેશ થાય છે. અગાઉ 15 દિવસમાં 3 વખત આવેદનપત્ર આપવા છતાં આઈસીડીએસ (ICDS) વિભાગ દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા બહેનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. શરૂઆતમાં માત્ર ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરાયો હતો, પરંતુ હવે શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આ હડતાલ 3 દિવસની જાહેર કરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ શનિવાર, રવિવાર અને તહેવારની રજાઓ આવતી હોવાથી આંગણવાડીઓ સતત 5 દિવસ સુધી બંધ રહેશે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી પોષણ યોજના ખોરવાઈ ગઈ છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે પગાર વધારાનો નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આગામી સમયમાં જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી આંદોલન વધુ તેજ બનાવવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Anganwadi Worker (આંગણવાડી કાર્યકર) Strike (હડતાળ)

Post navigation

Previous: મહેસાણાના દેદિયાસણ પાસે એક્ટિવા સ્લીપ થતા પાટડીના યુવાનનું મોત
Next: ચોટીલા સર્કિટ હાઉસમાં ડેપ્યુટી કલેક્ટરના દરોડા: ગેરકાયદેસર રોકાયેલા 4 શખ્સોની અટકાયત

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add