Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર: 1355 આંગણવાડીઓના તાળાબંધી, 2710 વર્કર બહેનોએ છાજીયા લઈ અને ગરબે ઘૂમી વિરોધ નોંધાવ્યો

user 2 20 March 2026
સુરેન્દ્રનગર: 1355 આંગણવાડીઓના તાળાબંધી, 2710 વર્કર બહેનોએ છાજીયા લઈ અને ગરબે ઘૂમી વિરોધ નોંધાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1,355 આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી 2,710 જેટલી મહિલા કર્મચારીઓ છેલ્લા બે દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે.

આ આંદોલનના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં બહેનોએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ છાજીયા લીધા હતા અને ગરબે રમીને સરકારનું ધ્યાન ખેંચવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

Join Our WhatsApp Group

આંગણવાડી વર્કર બહેનોની મુખ્ય 12 માંગણીઓમાં પગાર વધારો સૌથી મહત્વનો મુદ્દો છે. આંગણવાડી વર્કર યુનિયનના પ્રમુખ પ્રીતિબેન ચાવડાના જણાવ્યા અનુસાર, વર્ષ 2018 પછી સરકાર દ્વારા નવા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી, છતાં 7 જેટલી અલગ-અલગ એપ્લિકેશનોમાં ઓનલાઈન કામગીરીનું દબાણ કરવામાં આવે છે.

બહેનોએ આક્ષેપ કર્યો છે કે તેમને પોતાના ખર્ચે મોબાઈલ ખરીદવા પડે છે અને મસાલાના બિલની ચુકવણી પણ સમયસર થતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગ્રેચ્યુઈટી અને પગાર વધારાનો લાભ ન મળતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ હડતાલને કારણે જિલ્લાના હજારો બાળકોના પોષણ અને શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આંગણવાડીઓ બંધ હોવાથી બાળકોને મળતો પૌષ્ટિક આહાર અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અટકી પડ્યું છે. આ અંગે ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે, બહેનોનું આવેદનપત્ર સરકારમાં ઉચ્ચ સ્તરે મોકલી આપવામાં આવ્યું છે.

આ પ્રશ્ન રાજ્ય કક્ષાનો હોવાથી સ્થાનિક સ્તરે કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી, પરંતુ ટૂંક સમયમાં સુખદ નિવેડો આવે તેવા પ્રયાસો ચાલુ છે. બીજી તરફ, આંગણવાડી વર્કરોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પગાર વધારાની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Anganwadi Worker (આંગણવાડી કાર્યકર) Strike (હડતાળ)

Post navigation

Previous: મુળીમાં વ્યાજખોરોના ત્રાસથી ગઢડાના ખેડૂતે ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી
Next: લીંબડી પોલીસ સ્ટેશનમાં ‘અરજી મેળો’ યોજાયો: વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add