Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

user 2 25 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે એક પુરપાટ ઝડપે જતી આઈશર ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘૂસી જતાં 12 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી વિગત મુજબ, પરનાળા ગામનો આ પરિવાર શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ કરી બાઈક પર સવાર થઈ રાજકોટ પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન આઈશર ચાલકે અચાનક બ્રેક મારતા અથવા ગફલતભરી રીતે વાહન હંકારતા પાછળ આવી રહેલું બાઈક તેમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં 12 વર્ષીય અજય દિનેશભાઈ મીઠાપરાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પિતા દિનેશભાઈ દીપાભાઈ મીઠાપરાને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય ઈજાગ્રસ્તોમાં માયાબેન મીઠાપરા અને જયદીપભાઈ કાલિયાનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Group

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, પિતા દિનેશભાઈની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાયલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી આઈશર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રસંગના હરખમાં રહેલા પરિવાર પર અચાનક આવી પડેલી આફતથી પરનાળા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ
Next: ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

Related News

સાયલાના ઓવગઢમાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિના આક્ષેપ: ગ્રામજનોએ મામલતદારને કરી રજૂઆત

સાયલાના ઓવગઢમાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિના આક્ષેપ: ગ્રામજનોએ મામલતદારને કરી રજૂઆત

user 2 23 March 2026
sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

surendranagarupdate1@gmail.com 22 March 2026
ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

user 2 22 March 2026

Recent Post

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

25 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

25 March 2026
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

25 March 2026
ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

25 March 2026
ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

25 March 2026
થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

25 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add