Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં વરસાદ થી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીને નુકસાન..

jeet 30 October 2025
IMG-20251030-WA0028

રીંગણ મરચા ધાણા કોબી ફુલાવર તુરીયા સહીતના શાકભાજી ઉકરડામાં ફેંકી દેવા ખેડૂતો મજબુર..

સતત વરસાદ થી શાકભાજીની ક્વોલિટી ખરાબ થઇ ગઇ..

Join Our WhatsApp Group

માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની ઓછી આવક પણ છતાં કોઈ ખરીદી કરવા નથી ત્યાર…

ખેડૂતોએ માલઢોર અને ઉકરડામાં શાકભાજી ફેંકી દેવા બન્યા મજબૂર..

ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું માવઠું..

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાએ જોર પકડ્યું છે અને જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઇને કપાસ મગફળી એરંડા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે તેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના છેવાળા ના ઝીંઝુડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા શાકભાજીનો વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે શાકભાજીનું વાવેતર બગડી જવા પામ્યું છે.

સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવતું શાકભાજી ખરાબ થઈ જતા ફેંકી દેવું પડી રહ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાય જવા પામ્યો છે ખેડૂતો આખી રાત જાગી મહેનત કરી અને શાકભાજી આવા વરસાદની સિઝનમાં પણ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી રહ્યા છે પરંતુ તેની પોલિટી ખરાબ થઈ ગઈ હોવાના કારણે ગ્રાહકો અને ખાસ કરીને જે વેપારીઓ છે તે આ શાકભાજી ખરીદવા તૈયાર થતા નથી હોતા પરિણામે આ શાકભાજી છે તે ફેંકી દેવા માટે ખેડૂતોને મજબૂર બનવું પડી રહ્યું છે.

ખાસ કરીને વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં રીંગણ લીલા મરચા, ધાણા કોબીજ ફુલાવર સહિતના શાકભાજીની આવક થઈ રહી છે પરંતુ વરસાદના કારણે શાકભાજી ભીના થઈ ગયેલા હોવાના કારણે વેપારીઓ ખરીદી કરવા માટે નનૈયો કરતા હોય છે અને પરિણામે આ શાકભાજીની કોઈ ખરીદી ન કરતા હોવાના કારણે ખેડૂતોને આ શાકભાજી પશુઓને અને ઢોરને ખવડાવવા પડે છે અથવા તો ઉકરડામાં ફેંકી અને ખેડૂતો જતા રહેતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.

એક બાજુ વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે બીજી બાજુ ભાવ પણ વધી રહ્યા છે પરંતુ શાકભાજી ખરાબ થઈ જતા હોવાના કારણે અને ક્વોલિટી ખરાબ થઈ જતી હોવાના કારણે શાકભાજીની ખરીદી કરવા માટે વેપારીઓ તૈયાર નથી ત્યારે શાકભાજી ફેંકી દેવું પડતું હોય અને ઢોરને નાખી દેવું પડતું હોય તેવી નોબત સર્જાય જવા પામી છે.

● સ્થાનિક ખેડૂતોના શાકભાજીના વાવેતરને નુકસાન બહારથી આવતું શાકભાજી 30 થી 40% મોંઘુ..

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રીંગણ ટમેટા ધાણા ફુલાવર જેવા શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદના કારણે તેમાં નુકસાન થયું છે અને સ્થાનિક શાકભાજીની આવકમાં ઘટાડો થતાં માર્કેટિંગ એરોમાં બહારથી શાકભાજી આવી રહ્યું છે તે 30 થી 40% મોંઘુ પડી રહ્યું છે જેને લઈને માવઠાથી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બજારમાં આવતું શાકભાજી મોંઘુ બની રહ્યું છે માવઠાના કારણે આવક ઓછી થઈ રહી છે શાકભાજી બગડી પણ વધુ રહ્યું છે જેને લઈને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

● હજુ 15 દિવસ શાકભાજીના ભાવોમાં રહેશે વધારો..

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ માવઠાના વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને લઇને ખેડૂતો ખેતરમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી 15 દિવસ સુધી પાણી ઓસરે તેવી પણ કોઈ પરિસ્થિતિ ન હોવાના કારણે હાલના પરિસ્થિતિમાં 15 દિવસ સુધી શાકભાજીના ભાવો ઉચકાયેલા રહેશે તેવું વેપારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના વધુ એક ભાજપના ધારાસભ્યએ સીએમને માવઠાની નુકસાની સહાય આપવા માટે લખ્યો પત્ર
Next: સુરેન્દ્રનગરનો દુધરેજનો બંધ કરવામાં આવેલો પુલ 19 નવેમ્બર સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે.

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
surendranagar-sakhi-centre-reunites-jharkhand-girl

સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરે ઝારખંડની દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

surendranagarupdate1@gmail.com 29 June 2026
મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add