Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી ઉપર ફરી દરોડા..

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર દરોડા..

15 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપી પાડવામાં આવી..

10 લાખથી વધારે મુદ્દામાં જપ્ત કરી 79 મજૂરોને વતન તરફ પરત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી..

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરી ઉપર વ્યાપક દરોડા ની કામગીરી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના ખાખરાળી ગામની સરકારી સર્વે નંબર 356 તથા ખાનગી માલિકીની સર્વે નંબર 358 357 અને 359 વાળી જમીન ઉપર આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા 15 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપી પાડવામાં આવી છે.

ચોટીલા પ્રાંત અધિકારી અને ચોટીલા મામલતદાર અને થાનગઢ મામલતદાર સહિતની ટીમો દરોડાની કામગીરીમાં જોડાઈ છે ત્યારે 120 મેટ્રિક ટન કોલસો 15 જેટલી ચરખીઓ 15 જેટલા બ્રેકેટ મળી કુલ 10,80,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે છ ખનીજ માફીઆવો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગેરકાયદેસર ખનીજનો ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે આધારે તપાસ કરવામાં આવી છે જેમાં જીવણભાઈ સામાભાઈ ભરવાડ જાગાભાઈ રાહાભાઈ ભરવાડ અમરશીભાઈ સવજીભાઈ ગોરધનભાઈ સવજીભાઈ સુનિલભાઈ મનુભાઈ ભરવાડ અને મનુ ભરવાડ સામે કાર્યવાહી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં 79 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.

તમામ મજૂરોને કાર્બોસિલની ખાણો માંથી બહાર કાઢી અને મધ્યપ્રદેશ દાહોદ અને તેમના વતન તરફ મોકલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખનીજ ચોરી ઝડપાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગની કામગીરી શંકાના દાયરામાં રહેલી છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા પોલીસ વિભાગને પણ ખનીજ ચોરી ઉપર દરોડા પાડવા માટે સૂચના આપવામાં આવી છે તે છતાં પણ પોલીસ કામગીરી નથી કરી રહી ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ દરોડાની કામગીરી ન કરવામાં આવતા અંતે પ્રાંત અધિકારીએ દરોડા પાડવા પડી રહ્યા છે અને ખનીજ ચોરી ઝડપવામાં આવી રહી છે

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago