PGVCL Smart Meter | પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં શરૂ કરાયેલી સ્માર્ટ મીટર યોજના ખાનગી કંપનીની નબળી કામગીરીના કારણે વિવાદમાં સપડાઈ છે.
ગુડગાંવની અપટાવા ખાનગી કંપનીને 10 વર્ષ માટે આપવામાં આવેલા રૂ. 1.37 લાખ કરોડના પ્રોજેક્ટમાં ટેકનોલોજી તકલાદી સાબિત થતાં ગ્રાહકો અને વીજ કર્મચારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ડિવિઝનોમાં ક્ષતિગ્રસ્ત સ્માર્ટ મીટરના મામલે સુરેન્દ્રનગર ડિવિઝન સમગ્ર પ્રદેશમાં સૌથી આગળ નોંધાયું છે, જ્યાં સૌથી વધુ 5,707 સ્માર્ટ મીટરમાં કોમ્યુનિકેશન સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ છે.
સ્માર્ટ મીટરમાં કનેક્ટિવિટી ખોરવાઈ જતાં ગ્રાહકોના વીજ વપરાશની મીટર રીડિંગ સાયકલ ખોરવાઈ ગઈ છે. સમયસર બિલ જનરેટ ન થવાના કારણે ગ્રાહકોને બે-ત્રણ મહિનાના બિલ એકસાથે ભરવાનો વારો આવે છે, જેનાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ, સ્માર્ટ મીટર લગાડવાની ખાનગી કંપનીને જે કામગીરી સોંપવામાં આવી છે તેમાં સિંગલ ફેઈઝના 20,91,895, થ્રી ફેઈસના 2,28,041 સીટી ઓપરેટેડ 27,542 અને ટ્રાન્સફોર્મર ઉપર 1,09,130 મીટર લગાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.
પરંતુ આ કામગીરી માટે સ્વતંત્ર કર્મચારીઓની નિયુક્તિ કરવામાં નહી આવી હોવાથી તમામ કામગીરી અત્યારે વીજ કર્મચારીઓએ કરવું પડે છે. જેના કારણે ગ્રાહકો સાથે સીધા જ સંઘર્ષમાં આવવાનું થાય છે.
પરિણામે, કામના ડબલ ભારણ અને ગ્રાહકો સાથે સીધા સંઘર્ષની સ્થિતિ ઊભી થતાં સુરેન્દ્રનગર સબ-ડિવિઝનના ઈજનેરોમાં ખાનગી કંપની સામે ભારે અસંતોષ વ્યાપ્યો છે.
ઉચ્ચ અધિકારીઓ અને કંપનીનું ધ્યાન દોરવા છતાં છેલ્લા છ મહિનાથી ક્ષતિઓ સુધારવામાં આવી નથી. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 35,085 મીટરમાંથી એકલા સુરેન્દ્રનગરમાં જ 5,707 મીટર શોભાના ગાંઠિયા સમાન બનતાં યોજનાની અસરકારકતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્રના જૂદા-જૂદા ડિવિઝનમાં ક્ષતિગ્રસ્ત સ્માર્ટ મીટર
| ક્રમ | ડિવિઝન | સંખ્યા |
| 01 | સુરેન્દ્રનગર | 5,707 |
| 02 | કચ્છ | 4,946 |
| 03 | રાજકોટ સીટી | 4,61પ |
| 04 | ભાવનગર | 4,008 |
| 05. | પોરબંદર | 2,960 |
| 06. | રાજકોટ રૃરલ | 2,257 |
| 07. | જામનગર | 2,522 |
| 08. | અમરેલી | 1,973 |
| 09. | મોરબી | 1,791 |
| 10. | જૂનાગઢ | 1736 |
| 11. | બોટાદ | 1358 |
| 12. | અંજાર | 1192 |
| કુલ | 35,085 |
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…