Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ઝાલાવાડમાં 5,707 સ્માર્ટ મીટર કોમ્યુનિકેશન સિસ્ટમ કામ કરતી નથી, ગ્રાહકો પરેશાન

surendranagarupdate1@gmail.com 9 September 2026
smart meter

PGVCL Smart Meter | પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં શરૂ કરાયેલી સ્માર્ટ મીટર યોજના ખાનગી કંપનીની નબળી કામગીરીના કારણે વિવાદમાં સપડાઈ છે.

ગુડગાંવની અપટાવા ખાનગી કંપનીને 10 વર્ષ માટે આપવામાં આવેલા રૂ. 1.37 લાખ કરોડના પ્રોજેક્ટમાં ટેકનોલોજી તકલાદી સાબિત થતાં ગ્રાહકો અને વીજ કર્મચારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે.

Join Our WhatsApp Group

સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ડિવિઝનોમાં ક્ષતિગ્રસ્ત સ્માર્ટ મીટરના મામલે સુરેન્દ્રનગર ડિવિઝન સમગ્ર પ્રદેશમાં સૌથી આગળ નોંધાયું છે, જ્યાં સૌથી વધુ 5,707 સ્માર્ટ મીટરમાં કોમ્યુનિકેશન સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ છે.

સ્માર્ટ મીટરમાં કનેક્ટિવિટી ખોરવાઈ જતાં ગ્રાહકોના વીજ વપરાશની મીટર રીડિંગ સાયકલ ખોરવાઈ ગઈ છે. સમયસર બિલ જનરેટ ન થવાના કારણે ગ્રાહકોને બે-ત્રણ મહિનાના બિલ એકસાથે ભરવાનો વારો આવે છે, જેનાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ, સ્માર્ટ મીટર લગાડવાની ખાનગી કંપનીને જે કામગીરી સોંપવામાં આવી છે તેમાં સિંગલ ફેઈઝના 20,91,895, થ્રી ફેઈસના 2,28,041 સીટી ઓપરેટેડ 27,542 અને ટ્રાન્સફોર્મર ઉપર 1,09,130 મીટર લગાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.

પરંતુ આ કામગીરી માટે સ્વતંત્ર કર્મચારીઓની નિયુક્તિ કરવામાં નહી આવી હોવાથી તમામ કામગીરી અત્યારે વીજ કર્મચારીઓએ કરવું પડે છે.  જેના કારણે ગ્રાહકો સાથે સીધા જ સંઘર્ષમાં આવવાનું થાય છે.

પરિણામે, કામના ડબલ ભારણ અને ગ્રાહકો સાથે સીધા સંઘર્ષની સ્થિતિ ઊભી થતાં સુરેન્દ્રનગર સબ-ડિવિઝનના ઈજનેરોમાં ખાનગી કંપની સામે ભારે અસંતોષ વ્યાપ્યો છે.

ઉચ્ચ અધિકારીઓ અને કંપનીનું ધ્યાન દોરવા છતાં છેલ્લા છ મહિનાથી ક્ષતિઓ સુધારવામાં આવી નથી. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 35,085 મીટરમાંથી એકલા સુરેન્દ્રનગરમાં જ 5,707 મીટર શોભાના ગાંઠિયા સમાન બનતાં યોજનાની અસરકારકતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્રના જૂદા-જૂદા ડિવિઝનમાં ક્ષતિગ્રસ્ત સ્માર્ટ મીટર

ક્રમ ડિવિઝન સંખ્યા
01 સુરેન્દ્રનગર 5,707
02 કચ્છ 4,946
03 રાજકોટ સીટી 4,61પ
04 ભાવનગર 4,008
05. પોરબંદર 2,960
06. રાજકોટ રૃરલ 2,257
07. જામનગર 2,522
08. અમરેલી 1,973
09. મોરબી 1,791
10. જૂનાગઢ 1736
11. બોટાદ 1358
12. અંજાર 1192
  કુલ 35,085

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: PGVCL (પીજીવીસીએલ) Smart Meter (સ્માર્ટ મીટર)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં ઉપાસના સર્કલથી લઇને ભક્તિનંદન સર્કલ સુધીનો માર્ગ ખોદી નાખતા ટ્રાફિકની સમસ્યા
Next: ચુડાના છત્રીયાળામાં ડિગ્રી વગર 4 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add