Paryushan parv Limbdi | લીંબડી શહેરમાં જૈન ધર્મના પવિત્ર મહાપર્વ પર્યુષણની આરાધના અર્થે અનોખો ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે.
પર્વના વિશેષ 8 દિવસો નિમિત્તે શહેરના વિવિધ જિનાલયોને શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્યતાથી શણગારવામાં આવ્યા છે. ભગવાન મહાવીર સ્વામીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે.
લીંબડી શહેરના બાહુજીન સ્વામી જિનાલય, નૂતન જિનાલય તથા બોડીંગ જિનાલય શાંતિનાથ દાદા સહિતના મુખ્ય જિનાલયોમાં મોતી, કિંમતી રત્નો, જરીકામ અને દેશ-વિદેશના તાજા સુગંધિત ફૂલોથી ભગવાન મહાવીર સ્વામીને આકર્ષક આંગીનો શણગાર કરાયો છે.
આ દિવ્ય આંગીએ જિનાલયની શોભા વધારી છે અને ભક્તોએ અલૌકિક સ્વરૂપના દર્શનનો લ્હાવો લીધો છે.
ભક્તોમાં ધાર્મિક ભાવના ગાઢ બનાવવા નવકાર મંત્રના જાપ, સ્નાત્ર પૂજા અને પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાનો નિષ્ઠાપૂર્વક થઈ રહ્યા છે. પવિત્ર મહોત્સવથી સમગ્ર લીંબડી જૈન સંઘમાં આધ્યાત્મિક ઉલ્લાસ છવાયેલો છે.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…