Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

મુળીના કળમાદમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો

User 3 18 May 2026
MULLLIII

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાંથી 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. મૂળીના કળમાદ વાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય સગર્ભા મહિલા કવિતાબેનને સવારના સમયે અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી.

પ્રથમ પ્રસૂતિ હોવાના કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તેમણે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ફોન મળતાની સાથે જ કોંઢ 108 ની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Join Our WhatsApp Group

એમ્બ્યુલન્સના પાયલોટ વિપુલભાઈ અને EMT સુરેશ ચૌધરીએ મહિલાની ગંભીર સ્થિતિ જોઈને હોસ્પિટલ પહોંચવાનો સમય ન હોવાનું પારખી લીધું હતું. તેમણે સમયસૂચકતા અને કુશળતા વાપરીને સવારે 5.05 કલાકે એમ્બ્યુલન્સની અંદર જ મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંનેને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને ત્યારબાદ વધુ દેખરેખ માટે સુરક્ષિત રીતે મૂળી CHC (સરકારી હોસ્પિટલ) ખાતે ખસેડાયા હતા. 108 ની ટીમની આ ત્વરિત અને સચોટ કામગીરીને કારણે માતા અને બાળક બંનેનો જીવ બચી જતા પરિવારજનોએ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: Accident: લીંબડીના જાખણ પાસે બંધ ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ઘૂસી, બે ઈજાગ્રસ્ત
Next: ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો આક્રોશ: 12 મુદ્દાની માંગ સાથે આંદોલનની ચીમકી

Related News

Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Gambling Raid

ખાટડી ગામની સીમમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 23 August 2026
muli-police-recovers-vehicles-in-five-crore-fraud-case

મુળીના ઉમરડા ગામે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને મુળી પોલીસે વાહનો પરત અપાવ્યા

surendranagarupdate1@gmail.com 12 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add