Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરઃ દુધરેજ પુલના ડ્રાઇવર્જન રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા વહાનચાલકો પરેશાન

jeet 12 November 2025
20251112_110322_0000

સાંજના સમયે પસાર થતાં સમયે ફરજિયાત મોઢે રૂમાલ રાખવો પડી રહ્યો છે.

તંત્ર દ્વારા પાણી છટકાવવાની કામગીરી અને તાત્કાલિક પુલ શરૂ કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ..

Join Our WhatsApp Group

બાજુમાં નર્મદાની કેનાલના પાણીમાં પણ ધૂળ અને ડમરીઓ થઇ રહી છે મિક્સ

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલો જર્જરીત બની ગયેલો પુલ છેલ્લા ચાર મહિનાથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે હાલના તબક્કામાં પુલનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરનો દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલો આ એકમાત્ર પુલ એવો છે કે જે કચ્છ માલવણ પાટડી અને ધાંગધ્રા તરફ જતા વાહનોને અત્યંત ઉપયોગી બનતો હોય છે વડોદરામાં બનેલી પુલ તૂટવાની ઘટના બાદ તંત્ર દ્વારા જિલ્લાના 13 જેટલા પુલો બંધ કરવામાં આવ્યા છે જે પૈકી દુધરેજ ખાતે આવેલો પુલ પણ તંત્ર એ બંધ કર્યો છે.

જ્યાર થી આ પુલ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી આજુબાજુના 40 થી વધુ ગામના લોકો તો હાલાકી ભોગવી રહ્યા છે સાથોસાથ ટ્રાન્સપોર્ટ ધારકો હોય અથવા તો મોટા વાહનો હોય તે આ પુલ બંધ કરવામાં આવ્યા બાદ આપવામાં આવેલા ડ્રાઇવર્જન ઉપરથી પસાર નથી થઈ શકતા પરિણામે મોટા વાહન ચાલકોને 20 થી 22 કિલોમીટરનો ધક્કો ખાઈ અને પસાર થવું પડી રહ્યું છે પુલ બનાવ્યો તે દરમિયાન રસ્તાઓ બનાવવામાં આવ્યા પરંતુ ત્યાં માટી અને કોંક્રેટ નો ભૂકો નાખવામાં આવતા સાંજના સમયે પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે સમસ્યા એવી સર્જાઇ રહી છે કે ધૂળ અને ડમરી ઉડવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ફરજિયાત મોઢે માસ્ક લગાવવું પડે છે અથવા તો ત્યાંથી પસાર થતા સમયે મોઢે રૂમાલ રાખવો પડે છે નહિતર ધૂળ અને ડમરીઓ શ્વાસોશ્વાસમાં શરીરમાં પ્રવેશ કરે છે પરિણામે શરદી ઉધરસ અને ફેફસાને લગતી બીમારી વાહન ચાલકોને થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે અસ્થમા અને શ્વાસોશ્વાસની બીમારીથી પીડિત લોકો છે તે તો આ પુલ ઉપરથી વાહનો લઇ અને પસાર થતાં ડરી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે..

નજીકમાં દુધરેજ નર્મદાની કેનાલ આવેલી છે અને આ કેનાલ માંથી સૌની યોજનામાં સૌરાષ્ટ્ર ભરના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા કેનાલમાં ભરેલા પાણી સાથે પણ ધૂળ અને ડમરી નું સામ્રાજ્ય જામી જતું હોવાના કારણે લોકોના નળ કનેક્શન સુધી દુધરેજ રોડ ઉપર ઉડતી ડમરીઓ પહોંચી રહી છે પરિણામે લોકોના શરીરમાં પણ જઈ રહી છે અને બીમારી નું ઘર પણ બની રહી છે તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે સાંજના સમયે પાણી છટકાવની કામગીરી શરૂ કરી અને તાત્કાલિક જે આ પૂર્ણ કામ ચાલી રહ્યું છે તે પૂરો કરી અને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી પ્રજાજનો વહનચાલકોની માંગ છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દર્શન સ્કુલમા આર્મી ઓફિસરો દ્રારા વિર્ધાર્થીઓ ને માર્ગદર્શન અપાયુ
Next: હવે શહેરી વિસ્તારોમાં જમીન ખોદકામ કરવા લાગ્યા સ્થાનિકોએ વિડિઓ વાયરલ કર્યો

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add