Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને અસર

jeet 27 October 2025
Untitled design_20251027_113224_0000

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને આસર

 100 થી વધુ લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા તમામની સ્થિતિ સુધારા પર

Join Our WhatsApp Group

વઢવાણ લીંબડી અને આજુબાજુના ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર ગ્રામજનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા..

ગામમાં આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે ઘરના વાસ્તુ પ્રસંગે ઝેરી ખોરાકની 100 થી વધુ લોકોને અસર થઈ છે ત્યારે ઝાડા ઉલટી અને તાવ અને પગ પકડાઈ જવાની ઘટનાઓ બની જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે મહેશ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું હતું અને તેનો વાસ્તુનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આજુબાજુ સહિતના ગ્રામજનો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 600 લોકો ને વાસ્તુના પ્રસંગમાં ભોજન પીરસાયું હતું.

પરંતુ તે દરમિયાન વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100થી વધુ લોકોની તબિયત લથડી જવા પામી હતી પ્રાથમિક તબક્કામાં આજુબાજુના ખાનગી ક્લિનિકોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ભોગ બનના લોકોની હાલત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લીંબડીની આરઆર હોસ્પિટલમાં અને આજુબાજુના સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ બાબતને જાણ થતા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું હતું. ગામમાં જ ભોગ બનનાર તમામ લોકોને સારવાર મળી રહે તે બદલ 6 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જે લોકોએ ભોજન આરોગ્ય હતું તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી નાના બાળકો મહિલાઓ વૃદ્ધોની તબિયત ઉપર ભારે અસર જોવા મળી હતી સારવાર બાદ તમામની તબિયત સારી થતા તમામને હોસ્પિટલથી રજા અપાઇ હતી

ઘેરઘેર આરોગ્યટીમે તપાસ કરી

નાના એવા ગોમટા ગામમાં ફૂડ પોઝિંગ ની અસર થતા ગામમાં પણ ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘરઘરે માદગીના ખાટલાઓ જોવા મળ્યા હતા અને ફળિયામાં જ ખાટલા નાખી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભોગબનાર લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. વધુ તબિયત લથડતી હોય તો તેમને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

તમામ આઇટમના નમુના લેવાયા

સમગ્ર ઘટનાને લઇ ઝેરી ખોરાકના નમૂના લેવાયા હતા આ સંદર્ભે હાલમાં એક જ ગામમાં 100 થી વધુ લોકોને ઝેરી ખોરાકની અસર થઈ જતા આરોગ્ય વિભાગની ટીમોમાં પણ દોડધામ મચી છે સરપંચ સહિતના આગેવાનો પણ ઝેરી ખોરાકની અસરનો ભોગ બની ગયા છે ત્યારે આ મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઝાલાવાડમા વધુ એક માવઠાનો માર ખેડૂતોના થયા બેહાલ..
Next: સુરેન્દ્રનગર: સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
surendranagar-sakhi-centre-reunites-jharkhand-girl

સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરે ઝારખંડની દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

surendranagarupdate1@gmail.com 29 June 2026
મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add