Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ – થોરિયાળી સુદામડા રોડ પર 1 કિમિ સુધી કાળા પથ્થર રોડ પર વેરાણા

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ – થોરિયાળી સુદામડા રોડ પર 1 કિમિ સુધી કાળા પથ્થર રોડ પર વેરાણા

વાહન ચાલકોના ટાયર ફૂટી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ..

કોરી એસોસિએશનને જાણ થતા તાત્કાલિક રોડ ઉપર પડેલા કાળા પથ્થર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી..

ખુલ્લી ટ્રકોમા પથ્થરોનુ આવનાર જાવન રોડ પર જતી વખતે પથ્થરો પડી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ હોય કે પછી કાળો પથ્થર હોય અને રેતી સુરેન્દ્રનગર જિલ્લાની પેટા જમીનમાંથી મળી આવે છે અને ખનીજ માફીઆઓ તેનો ભરપૂર ઉપયોગ કરીને કાળી કમાણી કરી રહ્યા છે ખાણ ખનીજ વિભાગ હોય પોલીસ વિભાગ હોય તે પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થોરીયાળી થી સુદામડા રોડ ઉપર ખનીજ માફીઆઓ દ્વારા ડમ્પર મારફતે જે ખનીજ પસાર કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન કાળા પથ્થર રોડ ઉપર વાહન ચલાવતી વખતે પડ્યા હતા જાણે રોડ પર પથ્થર પાથરી દેવામાં આવ્યા હોય એવો ઘાટ સર્જાયો હતો એક કિલોમીટર સુધીના રોડ ઉપર કાળા પથ્થર પાથરી દેવામાં આવતા વાહન ચાલકો પરેશાન બની જવા પામ્યા હતા અને આ સંદર્ભે પોલીસ વિભાગ અને તંત્રને જાણ કરવામાં આવી હતી.

જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે તો સવાલ છે પરંતુ હવે રોડ ઉપર બેફામ રોયલ્ટી પાસ વગર તેમજ નિયમોના પાલન વગર દોડતા ડમ્પરો છે તે પણ બેફામ બનતા જઈ રહ્યા છે. ત્યારે થોરીયાળી થી સુદામડા રોડ ઉપર એક કિલોમીટર સુધી કાળા પથ્થર રોડ ઉપર પાથરી દેવામાં આવતા અનેક વાહનોના ટાયરો ફૂટી જવા પામ્યા છે અને વાહન ચાલકોને પરેશાની નો સામનો કરવો પડ્યો છે..

જોકે આ બાબતે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવ્યા બાદ કોરી એસોસિએશનના આગેવાનો દોડી આવ્યા હતા અને રોડ ઉપર જે ગેરકાયદેસર એક કિલોમીટર સુધી કાળા પથ્થર નાખવામાં આવ્યા હતા તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રોડ રસ્તો પુનઃ રીતે શરૂ થાય તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

ખનીજ માફીઆઓ લોકોને હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે તે છતાં પણ તેમના વિરોધમાં કોઈ પગલા નથી ભરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર તેમના વિરોધમાં કેમ પગલાં નથી ભરતું તે સુરેન્દ્રનગર જિલ્લાની જનતાનો સળગતો સવાલ છે તંત્ર મુખ પ્રેક્ષક બન્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે અને તેવા આક્ષેપો થઈ રહ્યા છે..

પોલીસ અને તંત્ર તમાસો જોઇ રહ્યાછે કે શુ ?

સાયલા સહીતના રસ્તાઓ પર બેફામ ડમ્પરોતો ચલાવવામા આવેછે એની સાથે રોડ પર પથ્થરો વેરાઇ રહ્યા છે પાછળ આવતા વાહનોની શુ હાલત થતી હશે ? કોઇ મોટો અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર? આવા ચાલકો સામે પોલીસ કે તંત્ર કેમ કોઇ કાર્યવાહી નથી કરતા એ સૌથી મોટો સવાલ છે

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago