સુરેન્દ્રનગરના લીંબડીની પારસનગર સોસાયટીમાં રહેતી હેતલબેન સતાણી નામની પરિણીતાએ સુરત સ્થિત પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હેતલબેનના લગ્ન 2004માં સુરતના રાકેશ સતાણી સાથે થયા હતા. લગ્ન બાદ પુત્રના જન્મ પછી પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો બહાર આવતા વિવાદ શરૂ થયો હતો. પરિણીતાએ વિરોધ કરતા પતિ રાકેશ, સાસુ સવિતાબેન અને પ્રેમિકા કાજલે મળીને તેને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આરોપ મુજબ, સાસરિયાઓએ હેતલબેનના કરિયાવરના સોનાના દાગીના વેચી દીધા હતા અને પિયરમાંથી પણ લાખો રૂપિયા પડાવ્યા હતા. એક તબક્કે પરિણીતાને ગુજરાન ચલાવવા રોડ પર કટલેરી વેચવા મજબૂર કરી હતી.
પિયર પક્ષ પાસેથી નાણાં મંગાવી મકાન અને દુકાન લીધા બાદ પણ પતિ અને સાસુએ હેતલબેન તથા તેમના 14 વર્ષના પુત્રને ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ લીંબડી પોલીસે પતિ, સાસુ અને પ્રેમિકા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…