Limbdi

લીંબડીના રળોલ ગામ નજીક ટ્રાવેલ્સની અડફેટે બાઇક પર સવાર બે વ્યક્તિના મોત

Limbdi Accident : લીંબડીના રળોલ ગામના પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી તાલુકાના રળોલ ગામના પાટિયા પાસે બુધવારે વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલ ખાનગી લકઝરી બસના ચાલકે ધંધુકા તાલુકાના બાજરડા ગામના બાઈકને અડફેટે લેતાં ચાલક અકબરભાઈ યાકુબભાઈ ઉમડીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત અબ્બાસભાઈ અભરામભાઈને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પ્રાથમિક તપાસમાં બંને વ્યક્તિ રળોલ ગામે લૌકિક ક્રિયા માટે આવ્યા હત્યા જ્યાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માત બાદ ખાનગી ટ્રાવેલ્સનો ચાલક પોતાનું વાહન મૂકી ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ બનાવ સ્થળે આવી પહોચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નાસી છૂટેલા ખાનગી બસના ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

user 2

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

2 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago