Categories: Surendranagar

સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ

  • સુરેન્દ્રનગર મુખ્ય બસ સ્ટેન્ડમાં લાઈટો બંધ હાલતમાં
  • નવા બનાવામાં આવેલા બસ સ્ટેન્ડના પ્રવેશદ્વાર પણ તૂટી ગયો
  • રાત્રી દરમિયાન આવતા પેસેન્જરોની સલામતી સામે સવાલ
  • બસ સ્ટેન્ડમાં CCTV કેમેરા અને સિક્યુરિટીનો પણ અભાવ

સુરેન્દ્રનગરનું બસ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડના એક બાજુ પ્રાથમિક સુવિધા નો તો અભાવ છે બીજી બાજુ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં મુસાફરોની સલામતી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણકે સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડની લાઇટો બંધ હાલતમાં છે રાત્રિ દરમિયાન આવતા પેસેન્જરને ભારે હાલાકી નો સામનો છે તે કરવો પડી રહ્યો છે મુખ્ય બસ સ્ટેન્ડ હોવાના કારણે મહિલાઓ અને યુવતીઓ અને નોકરિયાત મહિલાઓ રાત્રી દરમિયાન અપડાઉન પોતાના ગામો તરફ એસટી બસના માધ્યમથી કરતા હોય છે.

ત્યારે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડમાં આવતી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ અંદર બનાવવામાં આવ્યું ત્યારથી કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરાઓ પણ લગાવવામાં નથી આવ્યા એટલે કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેની કોઈ પણ પ્રકારના રેકોર્ડ રહેતા નથી હોતા પરિણામે આવારા તત્વો અને ખાસ કરીને ગુનેગારો છે તે બસ સ્ટેન્ડમાં દંગલ બચાવતા હોવા છતાં પણ છૂટી જતા હોય છે અને પોલીસ પુરાવા ન હોવાના કારણે કોઈ કાર્યવાહી પણ નથી કરી શકતી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા પરંતુ જાહેર સ્થળો ઉપર હજુ પણ સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ રાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની સિક્યુરિટીની સુવિધા પણ બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ હોતી નથી પણ રાત્રે 8 વાગ્યા સુધી હોમગાર્ડની ફરજ હોય છે ત્યારબાદ હોમગાર્ડ તેમજ અન્ય કોઈપણ પ્રકારની સિક્યુરિટી ફોર્સ બસ સ્ટેન્ડમાં મૂકવામાં આવતી નથી જેને લઇને રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ સિક્યુરિટી વિહોણું બની જતું હોય છે અનેક વખતમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે તે છતાં પણ કોઈપણ પ્રકારની સિક્યુરિટી બસ સ્ટેન્ડમાં મૂકવામાં આવી રહી નથી રાત્રિ દરમિયાન પેસેજ દરરોજના સામાન ચોરી તેમજ પેસેન્જર સાથે મારામારી અને દારૂડિયાઓનું બસ સ્ટેન્ડમાં દંગલ થતા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા છે પરંતુ તે છતાં પણ તંત્ર દ્વારા સિક્યુરિટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.

સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવાના એક સમયે દાવાઓ કરવામાં આવતા હતા પરંતુ તેનો પ્રવેશ દ્વાર પણ હવે તૂટેલી હાલતમાં છે બસ સ્ટેન્ડમાં અંદરના ભાગમાં લાઈટો ચાલુ છે પરંતુ બસ સ્ટેન્ડની આજુબાજુના ભાગોમાં લાઈટો પણ બંધ હાલતમાં છે એટલે રાત્રિ દરમિયાન આવતા પેસેન્જર અને બસ સ્ટેન્ડમાં આવતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ડર પણ અનુભવવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધા સીસીટીવી કેમેરા સિક્યુરિટી અને બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો શરૂ કરાવવાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે અને મુસાફરો દ્વારા એસટી બસ મેનેજમેન્ટ વિભાગને પણ આ મુદ્દે માંગ કરવામાં આવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago