Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

કચ્છના રણમાં માવઠાનો કહેર: સોલાર પેનલ અને મીઠાના પાટામાં થયેલા નુકસાનનો સર્વે શરૂ

user 2 21 March 2026
Agariya Loss Survey

સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં તાજેતરમાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અગરિયાઓની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગરિયાઓને થયેલા આર્થિક નુકસાનનું આકલન કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટીમોએ રણમાં ઝૂંપડે-ઝૂંપડે જઈને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે.

પ્રથમ દિવસે 13 મંડળીના 25 અગરિયાઓના સોલાર પેનલ અને મશીનરીને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોલાર પ્લેટોના વીમા અને ભૌતિક નુકસાન અંગે તપાસ હાથ ધરાઈ છે, જેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે.

Join Our WhatsApp Group

આ કુદરતી આફત મુદ્દે રાજકીય નેતાઓ પણ સક્રિય થયા છે. દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી છે કે વીમો ધરાવતા અગરિયાઓને પ્લેટ રિપ્લેસ કરી આપવામાં આવે અને અન્યને પણ વળતર મળે.

બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અગરિયાઓના ખાતામાં સીધી સહાય જમા કરવાની માંગ કરી છે. અંદાજ મુજબ, પાટા દીઠ 200 ટન મીઠું ઓછું પાકવાના કારણે દરેક અગરિયાને 1 થી 1.5 લાખ રૂપિયાનું નુકસાન જવાની ભીતિ છે. સોમવારથી સ્થાનિક તંત્રની વધુ ટીમો રણમાં જઈ મીઠાના પાટા અને ઝૂંપડાઓને થયેલા નુકસાનનો વિગતવાર સર્વે કરશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, કમિશનરને રજૂઆત
Next: ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર પર કબજો કરનારને તલાટી દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add