Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ,

સ્ટોલ,ભાડુ લાઇટબીલ મનપા દ્રારા તમામ ફ્રી અપાયુ 10 લાખથી વધુનો ધંધો કર્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારાતા.12 થી 14 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રિદિવસીય “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. “લોકલ ફોર વોકલ”ની વિભાવનાને મૂર્તિમંત કરતા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.

આ તમામ સ્ટોલ ફ્રી આપવામા આવ્યા હતા સાથે લાઇટનિંગ વ્યવસ્થા પણ કરાઇ હતી

આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આત્મા (ઓર્ગેનિક ફાર્મિંગ) અને મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખીમંડળોની બહેનોએ સક્રિય ભાગીદારી કરી હતી. કુલ 75 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બાંધણી, ભરત ગૂંથણ, પટોળા, ટાંગલીયા વણાટ કલા, હેન્ડીક્રાફ્ટ, કોડીયા અને અન્ય સ્વદેશી કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. નાના વેચાણકર્તાઓ અને ફેરીયાઓને પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ દરમિયાન નાગરિકો તરફથી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના પરિણામે સ્વદેશી વસ્તુઓનું અંદાજે રૂ. 10 લાખથી વધુનું વિક્રમી વેચાણ નોંધાયું છે. ખાણીપીણીની સ્ટોલને પણ સારીએવી આવક થય હતી આર્થિક આંકડાઓ મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટોલ ધારકોએ રૂ. 2,50,000 થી વધુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સ્ટોલ ધારકોએ રૂ. 3,90,000 થી વધુ, અને મહાનગરપાલિકાના UCD વિભાગના સખીમંડળોએ રૂ. 2,20,000 થી વધુનું વેચાણ કર્યું હતું. આ વેચાણે સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને દિવાળીના તહેવાર પૂર્વે મોટું આર્થિક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

ખરીદીની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. જેમાં હુડ-ગોફ, મણિયારો રાસ-ગરબા, પઢાર નૃત્ય અને સિદી ધમાલ જેવા પરંપરાગત લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા મનોરંજનની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

સમગ્ર રીતે, “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” માત્ર એક મેળો ન રહેતા, તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપતું અને આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ આપતું એક સફળ આયોજન સાબિત થઈ રહ્યાનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago