Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધ્રાંગધ્રામાં જગન્નાથપુરીની યાત્રાના બહાના અમદાવાદના ટૂર સંચાલકે 50 લોકો સાથે છેતરપિંડી કરી

user 2 11 March 2026
Surendranagar Update New Logo

અમદાવાદના એક ટ્રાવેલ સંચાલક દ્વારા જગન્નાથપુરીની યાત્રા કરાવવાના બહાને મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રાના 50થી વધુ લોકો આ સ્કીમનો ભોગ બન્યા છે, જેમની પાસેથી એડવાન્સ પેટે 2,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.

દર્પણ ટ્રાવેલ્સના સંચાલક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાએ ડિસેમ્બર મહિનામાં આ ટૂર માટે બુકિંગ શરૂ કર્યું હતું અને જાન્યુઆરીમાં યાત્રા ઉપડવાની જાહેરાત કરી હતી. જોકે, નિર્ધારિત સમય વીતી ગયા બાદ પણ યાત્રાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતું.

Join Our WhatsApp Group

જ્યારે શ્રદ્ધાળુઓએ સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ છેતરપિંડી માત્ર ધ્રાંગધ્રા પૂરતી સીમિત નથી, પરંતુ અમદાવાદ અને સુરતના અનેક લોકો પણ આ ઠગાઈનો શિકાર બન્યા છે.

ભોગ બનનાર યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સસ્તામાં યાત્રા કરાવવાની લાલચ આપી લોકો પાસેથી નાણાં ખંખેરી લેવામાં આવ્યા છે. હાલમાં આ મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે અને ધ્રાંગધ્રાના અસરગ્રસ્તો દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર 41.5 ડિગ્રી તાપમાન, સિવિયર હીટવેવનું ઓરેન્જ એલર્ટ
Next: ધ્રાંગધ્રા કુડા ચોકડી પાસે ટ્રકની અડફેટે મહિલાનું મોત: બેફામ ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add