Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચોટીલાના સાલખાડા ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર LCB નો દરોડો: રૂ. 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 28 June 2026
Illicit liquor distillery Caught in Salkhada village chotila

Illicit liquor distillery Caught in Salkhada village chotila

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) ની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch) ની ટીમને ચોટીલા તાલુકાના સાલખાડા ગામની ખારી વાડી સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

બાતમીના આધારે એલસીબી (LCB) ની ટીમે નજર રાખીને આ સ્થળે ઓચિંતો દરોડો (Raid) પાડ્યો હતો. આ રેડ દરમિયાન વાડીમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાનું આખું રેકેટ પકડાઈ ગયું હતું.

Join Our WhatsApp Group

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂની ભઠ્ઠી જયંતીભાઈ ઉર્ફે જેનો મેરામભાઇ નામના શખ્સની વાડીમાં ચલાવવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવાનો આશરે 4,000 લીટર આથો (Fermented Wash) જપ્ત કર્યો હતો.

આ સાથે જ દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતા 15 જેટલા અખાદ્ય ગોળના ડબ્બા (Rotten Jaggery Tins) અને અન્ય સાધનો મળીને કુલ રૂ. 1.02 લાખ (Rs 1.02 Lakh) નો મુદ્દામાલ જપ્ત (Seized) કરવામાં આવ્યો હતો.

આ દરોડાની ભણક લાગી જતાં વાડી માલિક જયંતી ઉર્ફે જેનો મેરામભાઇ (રહે. સાલખડા) પોલીસના હાથમાં આવતા પહેલા જ લોકેશન પરથી ફરાર થઈ ગયો હતો.

આ મામલે એલસીબીની ટીમે ગુનાહિત મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે આણંદપુર પોલીસ સ્ટેશન (Anandpur Police Station)માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમો દ્વારા નાસી છૂટેલા વાડી માલિકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Anandpur Police Station (આણંદપુર પોલીસ સ્ટેશન) Illicit liquor distillery (દેશી દારૂ ભઠ્ઠી) Salkhada Village (Ta. Chotila) સાલખાડા ગામ (તા.ચોટીલા) Surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: થાનના ખાખરાથળમાંથી રૂ. 2.87 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારીની ધરપકડ
Next: લીંબડીના કાનપરાના પાટીયા નજીકથી LCBએ રૂ. 72.10 લાખનો દારૂ સાથે 3 બુટલેગરને દબોચ્યા

Related News

Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
chotila-independence-day-darshanaben-vaghela-hands-over-land-rights-to-10-families

ચોટીલામાં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રીના હસ્તે 10 ગરીબ પરિવારોને જમીનના અધિકારપત્રો સોંપાયા

surendranagarupdate1@gmail.com 16 August 2026
chotila deputy Collector H. T. Makwana Transferred From Chotila To Mahisagar

ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી

surendranagarupdate1@gmail.com 16 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add